ગાંધીધામ કચ્છમાં રહેતા ઢગા દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભ રાખી દેતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં પોક્સો સહિતની કલમો મુજબ ફરિયાદ નોંધાઈ મોરબી : હળાહળ કળયુગમાં મનોવિકૃતિ અને હવસખોરી આચરતા નરાધમોના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે મોરબીમાં રહેતી 14 વર્ષીય સગીરાને હવસનો શિકાર બનાવી ગાંધીધામ રહેતા કૌટુંબિક સગા એવા નરાધમે ગર્ભવતી બનાવી દેતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ઢગા વિરુદ્ધ પોક્સો સહિતની ભારેખમ કલમો અન્વયે ગુન્હો નોંધવામાં આવ્યો છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીમાં રહેતા મહિલાએ તેમની 14 વર્ષીય સગીર દીકરીને ગાંધીધામ કચ્છમાં રહેતા રણજિત પ્રેમજી પરસોડાએ 18-08-2022ના સમયગાળા દરમિયાન સગીરાની મરજી વિરુદ્ધ શારીરિક અપપ્રવેશ કરી દુષ્કર્મ ગુજારી સગીરાને સાતેક માસનો ગર્ભ રાખી દેતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. સમાજ માટે ચોંકાવનારા આ બનાવમાં સગીરાના માતાએ કૌટુંબિક સગા એવા નરાધમ શખ્સ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગાંધીધામ કચ્છના રહેવાસી રણજીત પ્રેમજી પરસોડા નામના ઢગા વિરુદ્ધ દુષ્કર્મ ગુજારી સગીરાને ગર્ભવતી બનાવવા અંગે આઇપીસી કલમ તેમજ પોક્સો એક્ટ અન્વયે ભારેખમ કલમો મુજબ ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.