મોરબી : મોરબીની પોસ્ટ ઓફિસની બાજુમાં નાની બજાર મેઈન રોડ પર છેલ્લા બે મહિનાથી ભુગર્ભ ગટના પાણી ઉભરાઈ રહ્યા છે. જેને લઈને આસપાસના રહીશો હેરાન-પરેશાન થઈ રહ્યા છે.નાની બજાર મેઈન રોડ પર છેલ્લા 2 મહિનાથી ઉભરાઈ રહેલા ગટરના પાણી બાબતે નગરપાલિકામાં 15 ફેબ્રુઆરી અને 29 ફેબ્રુઆરીના રોજ રહીશો દ્વારા અરજી પણ આપવામાં આવી છે. આમ છતાં કુંભકર્ણ નિદ્રામાં રહેલી નગરપાલિકા દ્વારા કોઈ જ પગલાં ભરવામાં આવ્યા નથી. રહીશોના જણાવ્યા પ્રમાણે આજ દિન સુધી સફાઈ કરવા માટે કોઈ આવ્યું નથી જેના કારણે સમસ્યા આજે પણ યથાવત છે.