જર્જરિત મકાનોને નોટિસો આપીને કાર્યવાહી કરાશે : વીસીપરામાં પશુઓના ઘાસના ડેપોમાં થયેલ કથિત ગેરરીતિ મામલે તપાસ થશે : હીરાસરી માર્ગ પર 6.75 કરોડના ખર્ચે નવી મોર્ડન લાઇબ્રેરીનું બિલ્ડિંગ બનાવવાનું કામ મંજુરમોરબી : મોરબી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે યોજાઈ હતી. આ બેઠકમાં ગત બેઠકના એજન્ડાને બહાલી આપવાની સાથે શહેરના વિકાસ અને લોકસુવિધાને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં નંદીઘરની એજન્સી બદલીને કોઈ અન્ય સંસ્થાને જવાબદારી સોંપવા અંગે ચર્ચા કરાઈ હતી. ઉપરાંત નવા ભળેલા વિસ્તારોના વેરા ગ્રીડ નક્કી કરવા સહિતના નિર્ણયો લેવામાં આવ્યા છે. આ અંગે વિગતો આપતા ચેરમેને જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રી-મોન્સૂન કામગીરીની સમીક્ષા બેઠકમાં કરવામાં આવી હતી. આ ઉપરાંત શહેરમાં નડતરરૂપ અને જોખમી હોય તેવા જર્જરિત મકાનોનો તાત્કાલિક દૂર કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.મહાનગરપાલિકામાં નવા સમાવિષ્ટ થયેલા વિસ્તારોમાં લાઈટિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે ચર્ચા કરાઈ હતી. દિવાળી માટે વધારાના 8 પોઇન્ટમાં વધારાની લાઈટ હતી, તેનું આશરે 20 લાખ જેટલું બિલ હતું તે હાલ પેન્ડિંગ રાખવામાં આવ્યું છે. 1000 નવી આધુનિક લાઈટ નાખવાની હતી તે હાલ પેન્ડિંગ રાખવામાં આવી છે. હીરાસરી માર્ગ પર 6.75 કરોડના ખર્ચે નવી મોર્ડન લાઇબ્રેરીનું બિલ્ડિંગ બનાવવાનું કામ મંજુર કરવામાં આવ્યું છે.મહાપાલિકામાં ભળેલા ગ્રામ્ય અને પછાત વિસ્તારોમાં વ્યવસાય વેરામાં રહેલી વિસંગતતા દૂર કરવા માટે બજાર વાઇઝ ગ્રેડ ફાળવવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત રસ્તાના નવીનીકરણ માટેની નવી દરખાસ્તો પણ લાવવામાં આવી છે. શહેરમાં નંદીઘરના સંચાલનને લઈને વારંવાર વ્યાપક ફરિયાદો અને પ્રશ્નો ઉઠી રહ્યા છે. આ બાબતને ગંભીરતાથી લઈને સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા કરવામાં આવી હતી. વર્તમાન એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવશે આ જગ્યાએ કોઈ સારી સેવાભાવી સંસ્થા જોડાય અને નંદીઘરની વ્યવસ્થા વધુ સુદ્રઢ બને તે માટે આગળની કાર્યવાહી કરાશે.વિસીપરામાં પશુઓના ઘાસચારાના ડેપોમાં ચોરી અને ગેરરીતિ અંગેના આક્ષેપો બાબતે ચેરમેને જણાવ્યું કે મનપા પાસે કોઈ સત્તાવાર સ્ટોક રજિસ્ટર ઓન રેકોર્ડ નહોતું, જેથી ઓન પેપર વિસંગતતા નથી. જોકે, મૌખિક રજૂઆતોના આધારે કમિશનર દ્વારા સંબંધિત HOD વિભાગના વડાને લેખિત નોટિસ આપીને 5 થી 6 દિવસમાં જવાબ માંગવામાં આવ્યો છે. આ જવાબ આવ્યા બાદ ઇન્ક્વાયરી કરીને જે પણ જવાબદાર હશે તેની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે.બિલોની મંજૂરી અંગે સ્પષ્ટતા કરતા ચેરમેને જણાવ્યું કે અગાઉની બોડી વખતના કે અન્ય કોઈ લાઈટિંગ બિલ મંજૂર કરાયા નથી. તાજેતરમાં મંગાવેલી 500 લાઈટો અને ચૂંટણી સમયે મંગાવેલી 250 લાઈટો મળીને કુલ 750 નંગ લાઈટોના બિલિંગની ચૂકવણી માટે સ્ટેન્ડિંગ કમિટીમાં તૈયારી છે. આ સિવાય, ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન કરતી એજન્સીનું આશરે 80 થી 85 લાખનું બિલ (જે 250 થી વધુ પોઈન્ટ પર કચરા કલેક્શનનું છે) હાલ ચર્ચા બાદ પેન્ડિંગ રાખવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #MorbiNagarpalika #MorbiNews #StandingCommittee #MorbiMunicipalCorporation #GujaratNews