હળવદ : તરણેતરના મેળામાં રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા વિવિધ પશુ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં શ્રેષ્ઠ સાંઢ સ્પર્ધામાં હળવદના વાકીયા ગામે રહેતા હિરેનભાઈ શામજીભાઈ ગામી નામના ખેડૂતના ગીર ખુટિયાનો દ્વિતીય નંબર આવ્યો હતો. આમ આ સ્પર્ધામાં મેદાન મારી ખુટિયાએ ગામને ગૌરવ અપાવ્યું છે.