મોરબી : મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે 'નંદ ઉત્સવ'નું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાલ વાટીકાથી ધો.5 ની તમામ બાળાઓ સુંદર મજાના કાન ગોપી, રાધાના વસ્ત્ર પરિધાનમાં સજ્જ થઈ હતી. કાનુડો જન જન હૃદયમાં વસેલો હોય, આબાલ વૃદ્ધ સૌ માટે કાનુડો ગમતું પાત્ર હોય બાળાઓએ કાનુડાનો શણગાર સજયો હતો. ઘણી બધી બાળાઓએ રાધા અને ગોપીનો શણગાર સજયો હતો. આ તમામ કાન - ગોપીઓએ મનમૂકીને રાસે રમ્યા હતા. મટકી ફોડનો કાર્યક્રમ કરી નંદ ઉત્સવની જાજરમાન ઉજવણી કરી હતી. સમગ કાર્યક્રમને સફળ બનાવવા તમામ સારસ્વત શિક્ષક બંધુ-ભગીનીઓએ ખુબજ જહેમત ઉઠાવી હતી.