મોરબી : મોરબીની માધાપરવાડી શાળામાં વિદ્યાર્થીઓ કૃષ્ણના વિરાટ વ્યક્તિત્વને પોતે કાનુડો બની સમજે તે હેતુથી શાળામાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરાવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ શાળામાં મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં શાળાના બાળકોએ રાધા-કૃષ્ણના વસ્ત્રો પરિધાન કરીને સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ નૃત્યગીતો રજૂ કર્યા હતા. આ સાથે બેસ્ટ કૃષ્ણ અને યશોદા, બેસ્ટ રાધા જેવી સ્પર્ધા પણ રાખવામાં આવી હતી. આ સ્પર્ધામાં 400 જેટલી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં જજ તરીકે નિકિતાબેન કૈલા, નિમિષાબેન ચાવડા, ચાંદનીબેન સાંણજાએ કામગીરી બજાવી હતી. સ્પાર્ધાના અંતે વિજેતાઓને પ્રોત્સાહક પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.