ટંકારા : આજ રોજ ટંકારની શ્રી નાલંદા વિધાલય ખાતે તાલુકા કક્ષાનો કલામહાકુંભ યોજાયો હતો. જેમાં નાના રામપર પ્રાથમિક શાળાના કુલ-17 વિધાર્થીઓએ જૂદી જૂદી સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેમજ સ્પર્ધામાં વિજેતા થઈ શાળાનું ગૌરવ વધાર્યું છે. આ કલામહાકુંભમાં ભરતનાટ્યમમાં ધરજીયા ભવ્યાએ પ્રથમ નંબર, લગ્નગીતમાં રાણવા રાધિકા-પ્રથમ નંબર, નિબંધ સ્પર્ધામાં ધરજીયા જીત-દ્વિતિય નંબર, વકતૃત્વ સ્પર્ધામાં રાણવા સ્નેહા-દ્વિતિય નંબર, વાદન સ્પર્ધામાં પઢારિયા દક્ષે દ્વિતિય નંબર મેળવી શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે. ત્યારે તમામ વિધાર્થીઓને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.