ટંકારા : ટંકારા તાલુકામાં આવેલ નાના જડેશ્વર મંદિરે આગામી તા. ૨૮ને મંગળવારના રોજ ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. ટંકારા તાલુકામાં આવેલા આસ્થાના કેન્દ્ર સમા સરવાઘજી ધર્મશાળા સંચાલિત નાના જડેશ્વર મહાદેવ મંદિરે ગૌ શાળાના લાભાર્થે આગામી તા. ૨૮ને મંગળવારે રાત્રે ૯ કલાકે સંતવાણી યોજાશે. જેમાં સંગીતાબેન લાબડીયા, નારાયણભાઈ ઠાકર સહિતના કલાકારો ધૂન અને ભજનની રમઝટ બોલાવશે. આ સંતવાણીમાં ઉપસ્થિત રહેવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.