ઓનલાઇન બુક રીડીંગ માટે મોટી સ્ક્રિન વાળા નમો ટેબલેટ વધુ લાભદાયી નીવડે છે : રાહુલ ચૌહાણ મોરબી : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વ હેઠળ પાંચ વર્ષ પૂર્ણ થયા નિમિત્તે યોજાયેલ જ્ઞાનશક્તિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મોરબીની એલ.ઇ. કોલેજના વિદ્યાર્થી રાહુલ ચૌહાણે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સરકારની યોજનાઓ અંગેના મુક્ત અભિપ્રાય આપતા જણાવ્યું હતું કે, હું એલ.ઇ. કોલેજનો મેકેનીકલ એન્જીનીયરીંગનો છાત્ર છું. ટેકનોલોજીકલ યુગમાં ઘણી બધી બુક આવે છે, તે બુક ઓનલાઇન હોવાને કારણે વધારે સારી માહિતી મળી રહે છે. આ બધી બુક વધારે ઉપયોગી થઇ શકે તે માટે મને ટેબ્લેટ યોજના વધારે ગમી છે. આપણે ઘણી વાર જોઇએ છીએ કે આપણી બધા પાસે ફોન છે પણ તેની સ્ક્રીન ઘણી નાની હોય છે. પણ ટેબ્લેટની મોટી સ્ક્રીન સાઇડ ઘણી ઉપયોગી નીવડે છે. સરકારનું આ ટેબ્લેટ સ્ટેપ ઘણુ સારુ છે. ઘણા બધા છોકરાઓને આ સુવિધા નથી મળી તે સુવિધા મળવાથી ઘણો લાભ થઈ શકે તેમ છે. આ યોજનાથી અમે બધા વિદ્યાર્થીઓ ખુબ ખુશ છીએ. MYSY સ્કોલરશીપના નાણાં મને મારા ભણતરમાં ખૂબ જ ઉપયોગી થશે : MYSY યોજનાના લાભાર્થી વિદ્યાર્થિની ઇશાની ઠાકર ગુજરાત સરકારની એમ.વાય.એસ.વાય. સ્કોલરશીપનો લાભ લેતા ઠાકર ઇશાની મયુરભાઇ જણાવે છે કે, હું બી.કોમ સેમ-૩નો અભ્યાસ આર.ઓ. પટેલ વુમન કોલેજમાં કરુ છું. મને એમ.વાય.એસ.વાય. સ્કોલરશીપ મળેલ છે. આ સ્કોલરશીપ થકી જે નાણાં મળવાના છે તે માટે હું રાજય સરકારનો ખુબ આભાર માનું છું. આ નાણા મને મારા ભણતરમાં ખુબ જ કામ આવવાના છે. મારા મમ્મી-પપ્પા અને હું આ રાજય સરકાર અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો ખુબ જ આભાર માનું છું. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..