સફાઈ, ગટર, કચરા કલેક્શન, સિટી બસ, આઉટસોર્સ કર્મચારીઓના શોષણ સહિતના મુદે એક પછી એક કોર્પોરેટરોએ સવાલોની ઝડી વરસાવી દીધીમોરબી અપડેટ : મોરબી મહાનગરપાલિકાની સામાન્ય સભા આજે યોજવામાં આવી હતી. નિયમ મુજબ દર મહિને મળતી સામાન્ય સભા ગત મહિને ન મળી હોવાથી આ બેઠકમાં સભ્યોની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી. આશરે 2 કલાક સુધી સભામાં પ્રશ્નોત્તરી ચાલી હતી, જેમાં 7 થી વધુ સભ્યોએ શહેરી સમસ્યાઓ, ગટર, સફાઈ અને કર્મચારીઓના હિતને લગતા અનેક વેધક પ્રશ્નો ઉઠાવ્યા હતા.આ સભા મેયર ઉત્તમ સુરાણીની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં મનપામાં ભળેલા 9 પંચાયતના વિસ્તારોમાં ટેક્સ ગણતરી માટે સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ નં. 70 મુજબ નક્કી કરાયેલા A, B, C લોકેશન ગ્રેડને બહાલી અપાઈ હતી. નેશનલ હાઈવે બાયપાસ ચોકડીથી પંચાસર જવાના માર્ગ પર પ્રવેશ ગેટ બનાવવાની મંજૂરી અપાઈ હતી. વોર્ડ નં. 10 માં એપોલો હોલ પાસે તેમજ શનાળા ગામમાં એમ 2 સ્થળોએ સ્ટ્રોમ વોટર લાઈન નાખી કાયમી ધોરણે વરસાદી પાણીનો નિકાલ કરવાનો નિર્ણય લેવાયો હતો. મોરબી APMC માં મનપાના સભ્ય/પ્રતિનિધિ તરીકે જીગ્નેશ હંસરાજભાઈ કૈલાની નિમણૂક કરવાનો ઠરાવ મંજૂર કરાયો હતો.ઓવરબ્રિજ, સર્કલ, રોડ અને તળાવના નામકરણ કરાયા.મોરબી શનાળા બાયપાસ રોડ પર ભક્તિનગર સર્કલથી નવલખી ફાટક ઓવરબ્રિજ સુધીના માર્ગને 'SVMS સ્વામીનારાયણ માર્ગ' તરીકે જાહેર કરાયો છે. રવાપર ઘુનડા રોડ પર આવેલા સર્કલને 'કર્તવ્ય જીવદયા કેન્દ્ર સર્કલ' નામકરણ કરવાની બહાલી અપાઈ છે. શરૂઆતમાં આ મુદ્દે વિવાદ સર્જાતા મુદ્દો પેન્ડિંગ રખાયો હતો. બાદમાં બંને કોર્પોરેટરો સાથે બેઠક કરી સર્વસંમતિ સાધવામાં આવી છે. વોર્ડ નં. 10 માં સ્વ. ગોકળદાસ ડોસાભાઈ પરમારના સ્મરણાર્થે ગોકુલનગર લાયસન્સ મેઈન રોડને 'ગોકળદાસ પરમાર રોડ' નામ આપવું તેમજ ગોકુલનગર અને લાયસન્સ નગર મેઈન રોડના કોર્નર પર આવેલા ખરાબામાં ગાર્ડન બનાવી સ્ટેચ્યુ મુકવાની મંજૂરી અપાઈ છે. આ ઉપરાંત લીલાપર તળાવનું નામકરણ 'શ્યામાપ્રસાદ મુખર્જી તળાવ' કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સફાઈ કર્મચારીઓની ભારે ઘટ અને ઉભરાતી ગટરોની સમસ્યાબેઠકમાં જીજ્ઞેશ કૈલાએ સફાઈના મુદ્દે જણાવ્યું હતું કે, મનપાના 13 વોર્ડમાં માત્ર 305 સફાઈ કર્મચારીઓ ફરજ બજાવે છે અને તેમાંથી 18 કર્મચારીઓ ખુલ્લી ગટરની સફાઈ માટે છે. દરેક વોર્ડમાં જરૂરિયાત કરતા કર્મચારીઓની સંખ્યા ઘણી ઓછી છે. સફાઈ કર્મચારીઓ સોસાયટીમાં સફાઈ કરવા જ આવતા નથી, જેને કારણે ગટરો ઉભરાય છે અને કચરાના ગંજ ખડકાયા છે. ખાસ કરીને વોર્ડ નં. 3, 10, અને 8 માં સફાઈનો ગંભીર પ્રશ્ન હોવાથી તાત્કાલિક સફાઈ કર્મચારીઓ વધારવા માંગ કરી હતી.આઉટસોર્સ કર્મચારીઓનું શોષણ અને પીજીવીસીએલની કામગીરી સામે રોષબેઠકના ભુપત જારીયાએ આઉટસોર્સિંગ એજન્સીઓ દ્વારા થતા શોષણનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, આઉટસોર્સ કર્મચારીઓને સમયસર પગાર થતો નથી અને અમુક કર્મચારીઓને તો 2 મહિનાથી પગાર ચૂકવાયો નથી. એજન્સી દ્વારા પગાર સ્લીપ પણ આપવામાં આવતી નથી અને પગારમાંથી ખોટા રૂપિયા કાપી લેવામાં આવે છે. આ ઉપરાંત મોરબી શહેરમાં PGVCL દ્વારા અન્ડર ગ્રાઉન્ડ કેબલ નાખ્યા બાદ યોગ્ય રીતે બુરાણ ન કરવામાં આવતા લોકોને પડતી હાલાકીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.મચ્છુ નદીની સફાઈ છેલ્લા 10 વર્ષમાં થઈ જ નથી બેઠકમાં કેયુર પંડ્યાએ બગીચા અને કચરા કલેક્શનની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા. હાલ સુરજબાગ, રાણી બાગ, અને કેસર બાગ એમ 5 બગીચાનું કામ ચાલુ છે. સુરજબાગમાં કોન્ટ્રાક્ટર હસ્તક 1 વર્ષ સુધી મેઇન્ટેનન્સ હતું પરંતુ જયારે મનપા હસ્તક આ લૅવાયું ત્યારે બગીચાની સ્થિતિ યોગ્ય રીતે ચેક કાર્ય વિના જ લઈ લીધું જેના કારણે હાલ મહાપાલિકા હસ્તક આવ્યા બાદ બગીચામાં યોગ્ય મેઇન્ટેન્સ થતું નથી. જયારે ડોર ટુ ડોર કચરા કલેક્શનમાં 88,000 પ્રોપર્ટી માટે 2 મહિનાનું 40.92 લાખ રૂપિયા બિલ ચૂકવાયું છે, જેમાં શહેરમાં બંધ પડેલી મિલકતોનું પણ પેમેન્ટ ચૂકવવામાં આવતું હોવાની આશંકા વ્યક્ત કરી હતી (જોકે તંત્રએ 4 લાખ જેવી કપાત કરી હોવાનું જણાવ્યું હતું). નાની શેરીઓમાં કચરાની રિક્ષાઓ જતી નથી અને ગાઈડલાઈન મુજબ 4 પ્રકારે કચરાનું વર્ગીકરણ થતું નથી. તંત્ર માત્ર નોટિસો આપી સંતોષ માને છે. આ અંગે ડે. કમિશનરે બચાવ કરતા કહ્યું કે ઘરેથી જ કચરો અલગ થતો નથી, જેના પ્રચાર માટે IEC કાર્યક્રમ ચાલુ છે. આ સાથે જ મચ્છુ નદીની છેલ્લા 10 વર્ષથી સફાઈ થઈ ન હોવાથી તેની સફાઈ કરવાની માંગ કરવામાં આવી હતી.આખા મોરબીમાં માત્ર 2 જ સિટી બસ ચાલુબેઠકમાં હિરેન કરોતરાએ શહેરની બસ સુવિધાઓ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. આખા મોરબી માટે હાલ માત્ર 2 બસ કાર્યરત છે, જે બંને બસ ગાંધી ચોકથી લજાઈ ચોકડી ચાલે છે અને ત્રીજી બસ રિપેરિંગ ખર્ચ વધુ હોવાથી બંધ છે. જેની સામે ડે. કમિશનરે આગામી 2 થી 3 મહિનામાં નવી 30 બસ શરૂ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. વધુમાં STP પ્લાન્ટ અંગે માહિતી આપતા જણાવાયું હતું કે હાલ પંચાસર રોડ અને મહેન્દ્રનગર ખાતે 2 STP કાર્યરત છે અને બીજા 2 માટે સરકારમાં મંજૂરી માંગવામાં આવી છે. શહેરમાં 38 MLD ભૂગર્ભ પાણી ટ્રીટ થાય છે જ્યારે હજુ પણ 40 MLD પાણી ટ્રીટમેન્ટ વિના જ નદીમાં નિકાલ પામે છે. 12 પંપિંગ સ્ટેશનમાંથી 9 ચાલુ છે અને તે પણ ટ્રીટમેન્ટ પ્લાન સાથે ઈન્ટરલિંક થતા નથી. ગત વર્ષે ગણેશ વિસર્જન બાદ મૂર્તિઓ હજુ પણ ત્યાં જ રઝળી રહી છેકોર્પોરેટર બ્રિજેશ કુમ્ભરવાડીયાએ પ્રશ્ન કર્યો હતો કે ગત વર્ષે ગણેશ વિસર્જનનું આયોજન શોભેશ્વર ફિલ્ટર પ્લાન્ટમાં કરાયું હતું જે યોગ્ય ન હતું, ગયા વર્ષની મૂર્તિઓ આજે પણ ત્યાં એમનેમ પડી છે. ત્યારે આ વર્ષે લોકોની આસ્થાને ઠેસ ન પહોંચે તે રીતે યોગ્ય રીતે આયોજન કરી ગણપતિ વિસર્જન કરવાની માંગ કરવામાં આવી છે જયારે ભુપત જરિયાએ નવરાત્રી માટે શહેરમાં જ્યાં જરૂર હોય ત્યાં ગરબી ચોકમાં RCC નું ધાબુ બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. સાથે કોર્પોરેશનના સાધનોની સ્થિતિ અને મનપાની માલિકીના વીજ બિલ અંગે પણ સવાલો પુછવામાં આવ્યા હતા.દર મહિને યોજાતા સફાઈ અભિયાનની જાહેરાતમેયર ઉત્તમ સુરાણીએ જણાવ્યું હતું કે આગામી સ્ટેન્ડિંગ કમિટીમાં મચ્છુ નદીની સફાઈનો...