ત્રાજપર ચોકડી નજીક વરસાદી પાણી ભરાયેલા હોવાથી ખાડા ન દેખાતા અકસ્માતનું મોટું જોખમ મોરબી : મોરબી નેશનલ હાઇવેના સર્વિસ રોડ ઉપરના ખાડા હાલ વરસાદી વાતાવરણમાં જોખમી બની ગયા છે. સતત વરસાદને પગલે હાઇવેના સર્વિસ રોડ ઉપર પાણી ભરતા અને વરસાદી પાણી ભરાયેલા હોવાથી ખાડા ન દેખાતા આજે પાંચેક જેટલી કાર તેમાં ખાબકી હતી. આથી આ ખાડા ભારે જોખમી બની ગયા હોવાથી હાઇવે ઓથોરીટી યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. મોરબી નજીકના નેશનલ હાઇવેનો સર્વિસ રોડ સાવ ભંગાર થઈ ગયો હોય તેવી કપરી હાલત છે. હાઇવે ઓથોરિટીના પાપે સર્વિસ રોડ ખાડાનો અખાડો બની ગયો છે. જેમાં મોરબીના ત્રાજપર ચોકડી પાસે સર્વિસ રોડ ઉપર મસમોટા ગાબડા પડ્યા છે. હાલ વરસાદને પગલે આ સર્વિસ રોડની હાલત એકદમ નાજુક બની ગઈ છે અને સર્વિસ રોડ ઉપર પાણી ભરાયેલા હોવાથી જીવલેણ ખાડાઓ નજરે પડતા ન હોવાથી લોકોને શારીરિક વેદના ઉપરાંત આર્થિક નુકશાન પણ સહન કરવું પડે છે. ત્રાજપર ચોકડી પાસેના સર્વિસ રોડ ઉપર વરસાદને પગલે પાણી ફરી વળ્યાં છે. વરસાદી પાણીનો નિકાલ ન હોવાથી સતત ભરાયેલા પાણીમાં વાહનો ફસાય છે. જેમાં આજે અહીં પાણી ભરેલા ખાડામાં પાંચેક જેટલી કાર ફસાઈ ગઈ હતી. પરિણામે ધક્કા ગાડીથી મહામુસીબતે કાર ખાડામાંથી બહાર નીકળી હતી. વરસાદી પાણી ભરાઈ રહેવાને કારણે ખાડા જોખમી બની ગયા હોય અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે ત્યારે કરોડો રૂપિયાનો ટોલટેક્સ વસુલતી હાઇવે ઓથોરિટી આ જીવલેણ ખાડાઓ સત્વરે બુરી પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ લાવે તેવી લોકો માંગ ઉઠાવી રહ્યા છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..