મોરબી : સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને સંસ્કૃત ભારતી ગુજરાતના સહયોગથી ગુજરાત યુનીવર્સીટી ખાતે અષાઢષ્ય પ્રથમ દિવસે-2023 નામે સંસ્કૃતોત્સવ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિરપરની નાલંદા વિદ્યાલયએ સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં દ્વિતિય સ્થાન પ્રાપ્ત કર્યુ છે. બાળકોને સંસ્કૃત ભાષા માટે જાગૃત કરવા અને પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષે સંસ્કૃત ગૌરવ પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષામાં મોરબીની વિરપરની નાલંદા વિદ્યાલયએ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં દ્વિતિય સ્થાન પ્રાપ્ત કર્યુ છે. ત્યારે મંત્રી મુળુભાઈ બેરા તેમજ ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરભાઈના હસ્તે સંસ્કૃત ભારતી અને સંસ્કૃત અકાદમી દ્વારા નાલંદા વિદ્યાલયના ડો. નીરવ રાવલ અને મેહુલભાઈ માણેકને સન્માનિત કરવામાં આવ્યા હતા. જે શાળા અને મોરબી માટે ગૌરવની ક્ષણ છે. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના વર્તમાન મંત્રીમંડળ, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ, જુનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ, ગુજરાત યુનીવર્સીટીના કુલપતિ સહીતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.