મોરબી: મોરબી નાગરિક બેંકની ભારે રસાકસીભરી મનાતી ચૂંટણીનું મતદાન આજે સાંજે 5 વાગ્યે પૂર્ણ થયું છે. સવારથી બંને પેનલો દ્વારા વિધાનસભાની ચૂંટણી જેવો માહોલ ઉભો કરવામાં આવ્યો હોવા છતાં, મતદાનની ટકાવારી અપેક્ષા કરતા ઓછી નોંધાઈ છે.● કુલ મતદારો: બેંકના કુલ 6556 સભાસદો નોંધાયેલા હતા.● થયેલું મતદાન: દિવસભરના અંતે કુલ 2049 સભાસદોએ જ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે.● ટકાવારી: આમ, સરેરાશ 31.25% જેટલું નીચું મતદાન નોંધાયું છે.હવે સૌની નજર પરિણામ પર:મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે તાત્કાલિક અસરથી મતગણતરી શરૂ કરી દેવામાં આવી છે. જોકે, પ્રક્રિયાને જોતા ચૂંટણીનું ફાઇનલ પરિણામ અને વિજેતા ઉમેદવારોની યાદી જાહેર થતા મોડી રાત સુધીનો સમય લાગે તેવી શક્યતા છે.ઉલ્લેખનીય છે કે, સવારે બંને પેનલ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું, પરંતુ સભાસદોનો પ્રતિસાદ આંકડાકીય દ્રષ્ટિએ ઓછો જોવા મળ્યો છે.