મોરબી : મોરબીના ડી માર્ટ પાસે નાગ અને નાગણી એક બીજામાં લિન થઈને પ્રણય ક્રીડા કરતા ધ્યાને ચડ્યા હતા. આ દુર્લભ ઘટનાને અહીંથી પસાર થતા લોકોએ કેમેરામાં કેદ કરી હતી.જુઓ વિડિયો...👇https://youtube.com/shorts/n7_6gThbrMQ?si=bBAoMGFbPG1uBGMEમળતી માહિતી અનુસાર મોરબીના સામાકાંઠે આવેલ ડી માર્ટ પાસે અલભ્ય ઘટના જોવા મળી હતી. જેમાં નાગ અને નાગણીની પ્રણયક્રીડાનો નજારો જોવા મળ્યો હતો. એ સમયે ત્યાં હાજર લોકોએ નાગ અને નાગણીની પ્રણયક્રીડા મોબાઈલમાં રેકોર્ડ કરી હતી. જાણકારોના મતે એપ્રિલ અને મેના સમયમાં સરીસૃપ પ્રાણીના પ્રણયક્રીડાના દ્રશ્યો જોવા મળતા હોય છે. બીજી તરફ એવી પણ માન્યતા છે કે નાગ અને નાગણ જ્યાં પ્રણય ક્રીડા કરે છે તે સ્થળે સારો વરસાદ પણ થાય છે.