મોરબી જિલ્લા કલેક્ટરના હસ્તે પી.એલ.પીનું અનાવરણ કરાયું મોરબી:મોરબીમાં આજે બેંકર્સની બેઠક યોજાઇ હતી જેમાં આગામી નાણાકીય વર્ષ 2021-22 ના વર્ષનું પી.એલ.પી(પોટેન્સિયલ લિન્કડક્રેડિટ પ્લાન)નું જિલ્લા કલેક્ટર જે.બી.પટેલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું.જેમાં આગામી વર્ષ 2021-22માં વિવિધ પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રના વિકાસની સંભાવનાને ધ્યાને રાખી નાબાર્ડના પી.એલ.પીમાં રૂ.6596.20 કરોડના સંભવિત બેન્ક ધિરાણની શક્યતાનું આંકલન કરવામા આવ્યું છે. વિવિધ ક્ષેત્રો મુજબ જોઈએ તો કૃષિ ક્ષેત્રને વિશેષ પ્રાધાન્ય આપતા પાક ધિરાણ માટે રૂ.1812.77 કરોડ (27.48%)મધ્યમ અને લાંબી મુદતના ખેત ધિરાણ માટે 975.92 કરોડ (14.79%) એમ.એસ.એમ ઈ.સેકટરમાં 3475 કરોડ( 52.68%) આ ઉપરાંત અન્ય પ્રાથમિકતા વાળા એક્સપોર્ટ, શિક્ષા,હાઉસિંગ,રીન્યુ એબલએનર્જી,અને સોશ્યલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 332.50 કરોડ(5.05%) ટકા આંકલન કરવામાં આવ્યું છે.પીએલપી આંકલન પ્રમાણે જિલ્લાની વાર્ષિક ઋણ યોજનાલીડ બેન્ક દ્વારા તૈયાર કરવામાં આવી છે.અને આ ધિરાણના ટાર્ગેટ પૂરો કરવા પ્રયાસ કરવામાં આવશે તેમ સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ પ્રબંધક અરનું બર્સબાસે જણાવ્યું હતું.