મોરબી : મોરબીના જુના ધરમપુર ગામની સીમમાં જુની આર.ટી.ઓ. કચેરી પાસે આવેલ મચ્છુ-૩ ડેમમાં મોતની છલાંગ લગાવીને યુવાને આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ થતાં પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મીરા પાર્ક મહેશપાન વાળી શેરીમાં વાવડી રોડ પર રહેતા દિનેશભાઇ જીવરાજભાઇ ધુળકોટીયા (ઉ.વ-૪૨) એ ગઇ તા.૨૧ ના રોજ મોરબીના જુના ધરમપુર ગામની સીમમાં જુની આર.ટી.ઓ. કચેરી પાસે આવેલ મચ્છુ-૩ ડેમમાં કૂદકો લગાવતા તેનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું. બાદમાં જુના ધરમપુર ગામની સીમ જુની આર.ટી.ઓ. કચેરી પાસે મચ્છુ-૩ ડેમના કીનારેથી યુવાનની લાશ મળી આવતા પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ બનાવ અંગે મૃતકના ભાઈએ જાણ કરતા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..