શક્તિ ચેમ્બર નજીક અકસ્માતની ઘટનામાં બાઈક ચાલક ઇજાગ્રસ્ત મોરબી : અકસ્માત ઝોન તરીકે કૂખ્યાત બની રહેલા મોરબી-વાંકાનેર હાઇવે ઉપર શક્તિ ચેમ્બર નજીક બાઇકને ઠોકર મારી ટ્રક ચાલક નાસી છૂટતા બાઇક ચાલકને ઇજાઓ પહોંચી છે એ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. મોરબીના શકતશનાળામાં બહુચરાજી મંદિર નજીક રહેતા ધર્મેન્દ્રસિંહ ભગવતસિંહ ઝાલા ગઈકાલે બાઇક લઈને જતા હતા ત્યારે શક્તિ ચેમ્બર નજીક ટ્રક નંબર જીજે એમએચ ૧૦ સીઆર ૬૨૯૧ ના ચાલકે ટ્રક પુર ઝડપે ચલાવી તેમના મોટર સાઈકલ હોન્ડા સાઈન જીજે ૦૩ એચએફ ૦૩૬૭ને પાછળથી ઠોકર મારી પાડી પછાડી દઈ ઈજા પહોંચાડતા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. વધુમાં અકસ્માત સર્જ્યા બાદ સ્થળ પરથી ટ્રક ચાલક નાશી ગયો હોવાનું ફરિયાદમાં જણાવતા પોલીસે ટ્રક નંબર ના આધારે ગુન્હો નોંધી ટ્રક ચાલકને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.