ટંકારા : ટંકારાની ઓરપેટ કન્યા વિદ્યાલયે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ઝળહળતું 100% પરિણામ મેળવી ફરી એક વાર શાળાએ સ્વપ્ન બતાવી ને સાકાર કરી બતાવ્યું છે. આ સાથે ટંકારા તાલુકામાં A1 ગ્રેડ ધરાવતી એકમાત્ર શાળા બની છે જેનાં 6 વિદ્યાર્થી A1 ગ્રેડ અને 27 વિદ્યાર્થી A2 ગ્રેડ સાથે ઉત્તિર્ણ થયા છે. શાળાની છાત્રા ચૌહાણ પ્રિયંકા અને ઝાલા શ્રદ્ધાબા 99.69 પીઆર સાથે અવ્વલ નંબર મેળવ્યો છે. કાવર ક્રિષ્નાએ 99.63 પીઆર સાથે દ્વિતીય નંબર અને ગજેરા તુળજાએ 99.10 પીઆર સાથે ત્રીજો નંબર મેળવ્યો છે. બથવાર નેહાએ 98.97 પીઆર સાથે ચોથો નંબર અને ઉભડિયા ખુશાલીએ 98.73 પીઆર સાથે પાંચમો નંબર મેળવ્યો છે. આ ઉપરાંત 100 માંથી 100 ગુણ મેળવનાર વિદ્યાર્થિનીઓ તત્વજ્ઞાનમાં છૈયા ક્રિષ્ના અને બથવાર નેહા, આંકડાશાસ્ત્રમાં ચૌહાણ પ્રિયંકા, નામાના મૂળ તત્વોમાં ચૌહાણ પ્રિયંકા અને કાવર ક્રિશ્ના, એસપી વિષયમાં ચૌહાણ પ્રિયંકા, અર્થશાસ્ત્ર વિષયમાં ઝાલા શ્રદ્ધાબા છે.ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પણ 92.31% સાથે ઓરપેટ કન્યા વિદ્યાલય અવ્વલ નંબરે છે. જેમાં પ્રથમ સંઘાણી જેનીશા, દ્વિતીય ગજેરા સુહાની અને તૃતીય કાંજીયા બંસી છે. તમામ છાત્રોને શાળા પરિવાર, આચાર્ય, શિક્ષકો દ્વારા આગળના અભ્યાસ માટે શુભેચ્છા પાઠવી હતી.