વોર્ડ નં.9ના કોર્પોરેટર, પાલિકાના સફાઈ કર્મચારીઓ અને ક્લિન અપ મોરબીની ટીમ દ્વારા સંયુક્ત કામગીરીમોરબી અપડેટ: 'સાચા અર્થમાં સ્વચ્છતા આપણી પોતાની વ્યક્તિગત જવાબદારીથી શરૂ થાય છે. આપણો એક નાનો પ્રયાસ આખા સમાજ અને દેશને સ્વસ્થ અને સુંદર બનાવી શકે છે.' આ વિચારને સાર્થક કરવા અને શહેરને સુંદર બનાવવાના હેતુથી મોરબીમાં એક વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.આજ રોજ મોરબીમાં અવની ચોકડીથી નરસંગ ટેકરી હીરાસર વાળા રોડ પર સાફ સફાઈની કામગીરી કરવામાં આવી હતી. આ ઝુંબેશમાં વોર્ડ નં. 9ના કોર્પોરેટર, મોરબી મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ તેમજ 'ક્લિન અપ મોરબી'ની ટીમ ઉત્સાહભેર જોડાઈ હતી. તમામ સભ્યો અને કર્મચારીઓએ સાથે મળીને રસ્તાઓ અને આસપાસના વિસ્તારોને પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ બનાવ્યા હતા.મોરબી મહાનગરપાલિકાની ડ્રેનેજ સમિતિના ચેરમેન નવનિતભાઈ કુંડારીયા દ્વારા 'એક જ સંકલ્પ, સમસ્યાઓના ઝડપી નિરાકરણ' ના ધ્યેય સાથે આ કામગીરી અને જનજાગૃતિને વેગ આપવામાં આવ્યો હતો. શહેરને સ્વચ્છ રાખવાની આ પહેલ થકી લોકોમાં પણ વ્યક્તિગત સ્વચ્છતા અને જવાબદારી પ્રત્યે જાગૃતિ લાવવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે.#MorbiUpdate #SwachhMorbi #CleanUpMorbi #MorbiNews #MorbiMahanagarpalika #Ward9 #CleanIndia #MyMorbi