મોરબી : રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વ હેઠળની સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતાં સમગ્ર રાજ્યમાં વિવિધ પ્રકારના પ્રકલ્પો થકી રાજ્યના નાગરિકોને વિવિધ સુવિધાઓ આપવામાં આવી રહી છે. જે અંતર્ગત મોરબીમાં સંવેદના દિને કોરોના કાળમાં અનાથ થયેલ બાળકોને સહાય ચૂકવાઇ છે. આ તકે મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના વાકાંનેરના લાભાર્થી દેવલ નવઘણભાઈ ડાંગરોચાએ જણાવ્યું હતું કે, મારા મમ્મી પપ્પા કોરોનામાં અવસાન થઈ ગયા છે. તો મને ચિંતા હતી કે આગળ જઈને અમે શુ કરશું? અમારું શુ થશે? અમારા ભવિષ્યનું શુ થશે? પછી આ યોજના થકી અમને લાભ મળ્યો છે. આ યોજનાનો લાભ આપવા બદલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને હું આ સહાય થકી આગળ ભણીશ અને મારા મમ્મી પપ્પાનું નામ રોશન કરીશ. આગળ ભણીને હું ડોકટર બનીશ, અને આ જિલ્લાના લોકોની સેવા કરીશ. મારા મમ્મી પપ્પા કોરોનામાં ગુજરી ગયા... બીજા કોઈના મમ્મી પપ્પા મહામારીમાં અવસાન ન પામે તે માટે હું ડૉકટર બનવા માંગુ છું : મુખ્યમંત્રી બાળ સેવા યોજના લાભાર્થી ચાનીયા અફતાબ કોરોનામાં મારાં મામ્મી પપ્પા બન્ને કોરોનામાં ગુજરી ગયા. મુખ્યમંત્રી બાળ સેવા યોજનાથી ખૂબ જ મોટો સહારો મળેલો ને જ્યારે મારા મમ્મી પપ્પા બન્ને ગુજરી ગયા ત્યારે મને ખૂબ જ મોટો આઘાત લાગેલો કે હવે અમે શુ કરશું? મુખ્યમંત્રી બાળ સેવા યોજના હું મારું ભણતર સારી રીતે પુરું કરી શકીશ. હવે હુ ડોક્ટર બનવા ઈચ્છું છું. કારણ કે મારા મમ્મી પપ્પા કોરોનામાં ગુજરી ગયા તેથી બીજા કોઈના મમ્મી પપ્પા ન ગુજરે તેના માટે હું ડૉકટર બનવા માંગુ છું. હું ગુજરાત સરકારનો જીવનભર આભારી રહીશ. મુખ્યમંત્રી બાળ સેવા યોજના થકી મળતી સહાયથી અનાથ બાળકો ભવિષ્યમાં સારી રીતે ભણી-ગણીને આગળ વધશે : પાલક બાળકના વાલી ગીરીશભાઇ કકાશણીયા બીજા દિવસે યોજાયેલ સંવેદના દિવસે ઉપસ્થિત રહેલા મોરબીના ગીરીશભાઇ કકાશણીયાએ જણાવ્યું હતું. કે, મારા ભાઈ આર.ડી.સી. બેંકમાં સર્વિસ કરતા હતા. તેનું કોરોના લીધે અવસાન થતાં તેના બે પુત્રો રુદ્ર અને રાહી કકાશણીયાની જવાબદારી પણ મારે સંભાળવાની છે. જોકે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મુખ્યમંત્રી બાળ સેવા યોજના બહાર પાડી છે. જેમાં બન્ને બાળકોને બે-બે હજાર રૂપિયાની સહાય થકી હવે તેઓ ભવિષ્યમાં સારી રીતે ભણી-ગણીને આગળ વધી શકશે. આ યોજનાનો તાત્કાલીક અમલ કરવા બદલ હું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો આભાર વ્યક્ત કર્યો હતો. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..