રાતીદેવડી ખાતે શિક્ષિકા તરીકે નોકરી કરતા પરિણીતાએ સાસરિયાઓ વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવીમોરબી : વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા અને હાલના નવી રાતીદેવડી ખાતે રહેતા શિક્ષિકા તરીકે ફરજ બજાવતા પરિણીતાના જેતપુર ખાતે રહેતા પતિને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધોમાં સાસુ ઉપરાણું લઈ મારો દીકરો તો દસ લગ્ન કરશે તેમ કહી વૈવાહિક જીવનમાં ઝેર ઘોળી શારીરિક માનસિક ત્રાસ આપતા હોય પરિણીતાએ મોરબી મહિલા પોલીસ મથકમાં જેતપુર ખાતે રહેતા પતિ, સાસુ, સસરા અને ફુવાજી સહિતના સાસરિયાઓ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના નવી રાતીદેવડી ખાતે શિક્ષિકા તરીકે ફરજ બજાવતા પરવીનબેન અફઝલભાઈ તેરવાડિયા ઉ.38 નામના શિક્ષિકાએ મહિલા પોલીસ મથક મોરબી ખાતે આરોપી પતિ અફઝલભાઈ આરીફભાઈ તેરવાડિયા, સસરા આરીફભાઈ ઇસ્માઇલભાઈ તેરવાડિયા, સાસુ મેફુઝાબેન આરીફભાઈ તેરવાડિયા, દિયર ઇરફાનભાઈ આરીફભાઈ તેરવાડિયા, દેરાણી રોજમીન ઇરફાનભાઈ તેરવાડિયા અને ફુવાજી સલીમ ગનીભાઈ કરગથરા રહે.તમામ જેતપુર જી.રાજકોટ વાળાઓ વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમના લગ્નજીવન દરમિયાન સંતાનમાં એક પુત્ર છે.વધુમાં પરવીનબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, અગાઉ તેઓ એસટી વિભાગના નોકરી કરતા હતા બાદમાં શિક્ષકની નોકરી મળતા હાલમાં રાતીદેવડી ખાતે ફરજ બજાવી રહ્યા છે. તેમના પતિ અફઝલને કોઈ સ્ત્રી સાથે આડા સંબંધો હોય ફોનમાં વાતચીત કર્તાઆ બે વખત પકડાઈ ગયા હતા.જો કે, સાસુ સહિતના સાસરિયા પતિનો બચાવ કરી તેમના પતિ દસ સ્ત્રીઓ સાથે લગ્ન કરે તો પણ તેમને વાંધો નથી કહી શારીરિક માનસિક ત્રાસ આપતા અંતે કંટાળી તેમને પતિ સહિતના સાસરિયાઓ વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.