મોરબી : પવિત્ર રમઝાન માસ પૂર્ણ થયા બાદ ચાંદના દીદાર થતા આજે મોરબીના મુસ્લિમ બિરાદરોએ ઈદ-ઉલ-ફિત્રની નમાજ અદા કરી હતી.મુસ્લિમ બિરાદરોનો પવિત્ર રમજાન માસ પૂર્ણ થતાં આજે ઇદ ઉલ ફિત્ર નિમિતે મોરબીના મુસ્લિમ બિરાદરોએ ઇદ નિમિતે જુલૂસ યોજયું હતું. સવારે 8 વાગ્યે ગ્રીન ચોકમાં આવેલા જુમા મસ્જિદથી લઇ નેહરુ ગેટ, જુના બસસ્ટેન્ડ સુધી જુસુલ યોજાયું હતું અને દરગાહ ખાતે નમાજ અદા કરવામાં આવી હતી.સાથે જ નવાડેલા રોડ, પરા બજાર, નેહરુ ગેટ, ગ્રીનચોકથી કુબેરનાથ, ખાટકી વાસ, ભરવાડ શેરી, મોચી ચોક પાસે આવેલી હૈદરી મસ્જિદ ખાતે નમાજ પઢવામાં આવી હતી. ઈદ નિમિતે આ ઉજવણીમાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા.