વાંકાનેર : આગામી તારીખ 29 ડિસેમ્બર ને રવિવારના રોજ સવારે 9 કલાકે વાંકાનેરની લીંબાળાની ધાર પાસે મુસ્લિમ દિવાન ફકીર યુવા ગ્રુપ દ્વારા સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ શાદીમાં મુસ્લિમ સમાજના 10 નવદંપતીઓ નિહાક પઢશે. આ સમૂહ શાદી કાર્યક્રમને સફળ બનાવવા ઈમ્તીયાઝશા એ. દિવાન, જહાંગીરશા બાપુ- વાંકાનેર, આરીફ દિવાન- વાંકાનેર, બાબુશા બી. દિવાન- મોરબી અને યાસીન દિવાન સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.