મોરબી : મોરબી શહેર ખતીબ સૈયદ અબ્દુલરસીદ મિયા હાજી મદનીમિયા બાપુ અલ કાદરી અલ જીલાનીએ આજે મુસ્લિમ સમાજને જાહેર અપીલ કરી છે કે હાલ કોરોના વાયરસને અટકાવવા માટે લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે આજે મુસ્લિમ સમાજનો શબે બરાતનો તહેવાર છે. આથી, લોકડાઉનનો ભંગ ન થાય તે માટે મુસ્લિમ સમાજના લોકોને આજે સાંજની શિરની ન્યાઝ માટે ઘરની બહાર ન નીકળવાની અને તેમના મરહુમો માટે ઘરે રહીને નમાઝ અદા કરી અલ્લાતાલાને દુઓ કરે તેવી અપીલ કરી છે અને ઘરે રહીને મુસ્લિમ સમાજને આ તહેવારની ઉજવણી કરવા અને દરેક મુસ્લિમ ભાઈ બહેનોને તેમના તથા તેમના સંતાનોના આરોગ્યની કાળજી રાખી દેશને સ્વસ્થ રાખે તેવી તેમણે અપીલ કરી હતી.