મોરબી : જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મુસ્કાન વેલ્ફેર સોસાયટી મોરબીનું પ્રાઉડ ઓફ મોરબીના ખિતાબથી સન્માન કરવામાં આવ્યું છે. પૂર્વ સાંસદ રામજીભાઈ માવાણી, રમાબેન માવાણી, જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા મુસ્કાન વેલ્ફેર સોસાયટી મોરબીના સામાજિક, સેવાકાર્યોને બિરદાવી મોમેન્ટો સાથે સંસ્થાના સભ્યોને સન્માનિત કરાયા હતા.મહત્વનું છે કે, મોરબી સ્થિત મહિલાઓ દ્વારા સ્થાપિત અને સંચાલિત મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા અનેક પ્રકારના શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગાર, મહિલા સશક્તિકરણ, રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરવા સહિતના અનેક સામાજિક, સેવાકાર્યો કરવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આયોજિત કાર્યક્રમ 'જાગો ગ્રાહક જાગો' માં મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબીને તેમના સર્વાંગી સમાજ ઉપયોગી અને રચનાત્મક કાર્યો, સામાજિક સેવાઓ બદલ શિલ્ડ આપી સન્માનિત કરવા સાથે તેમના નિઃસ્વાર્થ કાર્યોને બિરદાવ્યા હતા. મુસ્કાન વેલ્ફેર સોસાયટી સંસ્થાના સભ્યોએ પણ લાલજીભાઈ મહેતા સહિત અગ્રણીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.