મોરબી : મોરબી સ્થિત માત્ર મહિલાઓ દ્વારા સ્થાપિત અને સંચાલિત સંસ્થા મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા મોરબી પંથકમાં અનેક પ્રકારના સેવાકીય અને માનવ સ્થાનના કાર્યો કરવામાં આવી રહ્યા છે. ત્યારે મુસ્કાન વેલ્ફેર સોસાયટીના પરિચિત એવા ટીબી હોસ્પિટલના ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ કો- ઓર્ડીનેટર પિયુષભાઇ જોશીના ધ્યાનમાં મોરબીમાં એક દિવ્યાંગ જરૂરતમંદ વ્યક્તિ ફુગ્ગા, નાના રમકડાંઓ વેંચતા ધ્યાને આવતા તેને સંસ્થાના મહિલા સભ્યોએ મળી તેને મદદરૂપ થવા જણાવ્યું હતું અને સંસ્થા દ્વારા તે દિવ્યાંગને ટ્રાઈસિકલ લઈ આપતા દિવ્યાંગ વ્યક્તિ ગદગદિત, ભાવવિભોર બની ગયો હતો. આ દિવ્યાંગ માટે હવે આજીવિકા રળવી સહેલી બન્યાનું જણાવી સંસ્થા પ્રત્યે આભાર વ્યક્ત કરવા સાથે અંતરથી આશીર્વાદ આપ્યા હતા. આ ઉમદા કાર્ય માટે પિયુષભાઇ જોશી નિમિત્ત બન્યા હતા.