મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટીના સભ્યએ મોરબીની રાષ્ટ્રીય શાળાના બાળકોને શૈક્ષણિક કીટ તથા ચોકલેટ આપી પોતાનો જન્મદિવસની ઉજવણી કરી હતી.તેમજ બાળકોને બાળગીતો, જોડકણા તથા અંગ્રેજી કવિતા એક્શન સાથે ગવડાવ્યાં હતા. ગત તા.17 જૂનના રોજ મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા કવિતાબહેને મોરબીની રાષ્ટ્રીય શાળામાં નાના ભૂલકાઓને બાળગીતો, જોડકણા તથા અંગ્રેજી કવિતા એક્શન સાથે ગવડાવીને બાળકોને ખુશ ખુશાલ કરી દીધેલ હતા.તેમજ ધોરણ ૧ થી ૫ માં અભ્યાસ કરતા પ્રત્યેક વિદ્યાર્થીઓને ફુલ સ્કેપ ચોપડા,શૈક્ષણિક કીટ તથા ચોકલેટ આપી પોતાનો જન્મદિવસની ઉજવણી કરી હતી.કવિતા બહેનનો જન્મદિવસ શાળા માટે તથા પ્રત્યેક બાળકો માટે સંભારણું બની રહેશે.. ત્યારબાદ હાજર રહેલા પ્રત્યેક મેમ્બરને સુરતી ઢોસામાં કવિતાબેન તરફથી પાર્ટી આપવામાં આવી હતી.પ્રત્યેક મેમ્બરોની હાજરીમાં સુરતી ઢોસામાં કેક કટિંગ કરી હાઉસી રમી અવનવી ઢોસાની લિજ્જત માણી હતી.. આ પ્રોજેક્ટને સફળ બનાવવા કવિતાબેન મોદાણી, રંજનાબેન સારડા, પ્રીતિબેન દેસાઈ, નિશાબેન બંસલ, રેખાબેન મોર, ચેતનાબેન અગ્રવાલ, મયુરીબેન કોટેચા, બબીતા બેન સાંગી, જ્યોતિબેન શર્મા, સારિકાબેન સિંહા, અરુણાબેન સિંગ, ચંદાબેન કાબરા, ક્રિષ્નાબેન કાબરા, અંજલી મહેશ્વરી, કિરણપ્રિત કોર, ઉમાબેન અગ્રવાલ સહિત અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.