વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી આ સંસ્થાનું વધુ એક પ્રેરણાદાયી કાર્ય મોરબી : મોરબીમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વધુ એક પ્રેરણાદાયી કાર્ય હાથ ધર્યું હતું. જેમાં મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ અંધજનોને રાશનની કીટ અને કપડાની ભેટ આપી હતી. મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી નામની સંસ્થા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરીને જરૂરિયાતમંદોને ઉપયોગી બને છે.ત્યારે આ સંસ્થા વધુ એક સેવાપ્રવૃત્તિ કરી અંધજનોને ઉપયોગી બન્યા હતા.જેમાં ગત તા. 18 ડિસેમ્બરના રોજ મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ અંધ આશ્રમને 10 મણ ઘઉં, શાકભાજી અને કેટલાક કપડાં દાનમાં આપ્યા હતા. આ સેવાકાર્યમાં સંસ્થાના કવિતા મોદાણી, રંજના સારડા, ચંદા કાબરા, મયુરી કોટેચા, અને પ્રીતિ દેસાઈ અને અર્ચના ભૈયા જોડાયા હતા.