મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રીના પવિત્ર તહેવારને ઉજવવાના ભાગરૂપે, શક્ત શનાળા ગામ ખાતે યોજાતી ઓમ શક્તિ ગ્રુપ સંચાલિત શક્તિ ગરબી મંડળમાં ભાગ લેનારી 51 કન્યાઓને ભેટ (લ્હાણી) આપવામાં આવી હતી. આ દરમ્યાન સંગઠન દ્વારા સાંસ્કૃતિક અને ધાર્મિક જ્ઞાનને પ્રોત્સાહિત કરવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમિતિના સદસ્યોએ જણાવ્યું હતું કે, નારી શક્તિ અને તહેવારની મૂલ્યવાન પરંપરાનું જતન કરવામાં આ પ્રકારના કાર્યક્રમો મહત્વનો હિસ્સો છે. તેમ યાદીમાં જણાવાયું છે.