મોરબી: શહેરના લીલાપર-ઘુનડા રોડ પર ગત ૧૩ ફેબ્રુઆરીના રોજ એક સિક્યુરિટી ગાર્ડ પર થયેલા જીવલેણ હુમલાના વણશોધાયેલ ગુનાને મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે આ મામલે બે આરોપીઓની ધરપકડ કરી ગુનામાં વપરાયેલ હથિયાર અને બાઈક કબજે કર્યું છે. શું હતી સમગ્ર ઘટના?લીલાપર ગામના રહેવાસી અનિલભાઇ ધનજીભાઇ રાઠોડ ગત તા. ૧૩/૦૨/૨૦૨૬ના રોજ રાત્રે પોણા દસેક વાગ્યાના અરસામાં રવાપર-ઘુનડા રોડ પર આવેલ શિવમ પાર્ટી પ્લોટથી નોકરી પૂરી કરી પોતાના ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન ગાયત્રી સ્ટોન ભરડીયા પાસે એક બાઈક પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ તેમને આંતર્યા હતા. આરોપીઓએ અનિલભાઇને પેટ, છાતી અને ગાલના ભાગે છરીના આડેધડ ઘા ઝીંકી ગંભીર ઈજાઓ પહોંચાડી નાસી છૂટ્યા હતા. આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. તપાસનો ધમધમાટ અને ધરપકડઆ વણશોધાયેલ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ મોરબી પોલીસ અધીક્ષકની સૂચનાથી LCB પીઆઈ એમ.પી.પંડયા અને પીએસઆઈ બી.ડી.ભટ્ટની ટીમે તપાસ હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ માધ્યમોની મદદથી તપાસ કરતા શનાળા જવાના ત્રણ રસ્તા પાસેથી બે શંકાસ્પદ ઇસમો મળી આવ્યા હતા. તેમની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, રસ્તામાં મોટર સાયકલ ઓવરટેક કરવા બાબતે અનિલભાઇએ તેમને ટોકતા, તેનો ખાર રાખીને આરોપીઓએ છરીથી હુમલો કર્યો હતો. ઝડપાયેલા આરોપીઓના નામ:બાલો દિપકભાઇ પરમાર (રહે. મોરબી) વનરાજ ઉર્ફે અનુ કાળુભાઇ વાધેલા (રહે. મોરબી) તેમજ એક સગીર વયનો આરોપીકબજે કરેલ મુદ્દામાલ:પોલીસે આરોપીઓ પાસેથી નંબર પ્લેટ વગરનું કાળા કલરનું સ્પ્લેન્ડર બાઈક, હુમલામાં વપરાયેલ છરી અને બે મોબાઈલ ફોન મળી કુલ ૨૫,૦૫૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલમાં આ બંને આરોપીઓને મોરબી તાલુકા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. #Morbi #MorbiUpdate #MorbiNews #MorbiPolice #LCB #CrimeUpdate #Arrested #AttemptToMurder #GujaratPolice #BreakingNews