ત્રણ શખ્સોએ હુમલો કર્યાની માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ માળીયા : માળીયામાં રીક્ષા સાઈડમાં રાખવા મામલે વેપારી ઉપર ખૂની હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ત્રણ શખ્સોએ હુમલો કર્યાની માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. આથી, માળીયા પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની માળીયા મીંયાણા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર માળીયા (મી)ના જૈન દેરાસર પાસે રહેતા અને વેપાર કરતા પ્રદિપભાઇ નિરંજનભાઇ જોષી (ઉ.વ.૩૮) એ આરોપીઓ શોકત ઉર્ફે ટકી તાજમહમદ જેડા, અલ્લારખા તાજમહમદ જેડા, અંજીયાસર ગામનો રીક્ષા વાળૉ સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૨૨ના રોજ બપોરના સાડા ત્રણેક વાગ્યે આરોપી સાથે ફરીયાદીના ભાઇ મનોજને રીક્ષા સાઇડમાં રાખવા બાબતે બોલાચાલી થયેલ, તે બાબતનો આરોપીઓએ ખાર રાખી ફરીયાદી તથા સાહેદ મનોજને મારી નાખવાના ઇરાદે ધોકા સાથે આવી ફરીયાદીને માથામા તથા શરીરે ધોકા મારી માથામાં ગંભીર જીવલેણ ઇજા પહોચાડીને ખૂનની કોશિશ કરી અન્ય સાહેદોને માથામાં તથા શરીરે ઇજા તથા મુંઢ ઇજા પહોચાડી હતી. માળીયા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.