મોરબી : મોરબીના લાલપર નજીક એક યુવાનનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. જે બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ ટીમે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની તપાસ ચલાવી છે. પ્રાપ્ત થતી વિગતો મુજબ લાલપર નજીક ગત મોડી રાત્રે એક મૃતદેહ મળી આવ્યો હોવાની તાલુકા પોલીસને જાણ થતાં જ પોલીસ ટિમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જેમાં પ્રાથમિક તપાસમાં આ મૃતદેહ કચરો વીણવાનું કામ કરતા બાબુ ઉર્ફે બાલુ નાનાભાઈ ઠાકોર રહે. હાલ લાલપર મૂળ મસાડ જી. અરવલ્લીવાળાનો હોવાનું જાણવા મળ્યું હતું. યુવાનના મૃતદેહ પર ઈજાના નિશાનો જોવા મળ્યા હતા. મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. સુત્રોના જણાવ્યા મુજબ મૃતક યુવાનને બોથડ પદાર્થના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોવાનું પ્રાથમિક અનુમાન છે. હાલ તો તાલુકા પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ ચલાવ્યો છે.