બી ડિવિઝન પોલીસ દ્વારા હત્યાનું કારણ જાણવા અને આરોપીઓની ઓળખ મેળવવા તપાસનો ધમધમાટમોરબી : મોરબીના શોભેશ્વર રોડ પર આવેલ મફતીયાપરામાં મારપીટની ઘટના હત્યામાં પરિણમી હોવાનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અંગત અદાવતમાં સગા કાકાએ જ ભત્રીજાને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.પ્રાપ્ત વિગતો અનુસાર, સુરેન્દ્રનગરથી મોરબી ખાતે મજૂરી કામ માટે આવેલા હનીફભાઈ ભટ્ટી નામના યુવક પર કાકા સહિત 4 શખ્સોએ એકાએક ઘાતક હથિયારો વડે હુમલો કરી દીધો હતો. આ જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ હત્યાના ગુનામાં મૃતકના જ સગા કાકા ફારુક અલ્લારખા સહિત અન્ય 3 જેટલા શખ્સો સામેલ હોવાની પ્રાથમિક વિગતો મળી છે. પારિવારિક સંબંધો લોહિયાળ બનતા અને યુવકની કરપીણ હત્યા થતાં સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હાલ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.#Morbi #MorbiUpdate #MorbiNews #CrimeNews #Murder #ShobheshwarRoad #GujaratPolice #Crime #GujaratNews