છેલ્લા બે વર્ષથી ચાલતા ધંધાકીય મનદુઃખનો કરુણ અંજામ : પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરીમોરબી : માળીયા મિયાણામાં જુના બસ સ્ટેન્ડ સામે જૂની ધંધાકીય અદાવતને પગલે ટ્રાન્સપોર્ટના ધંધાર્થીની જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. કારમાં આવેલા શખ્સોએ હથિયારમાંથી ફાયરિંગ કરતા યુવાનનું મોત નીપજ્યું છે. આ મામલે મૃતકની પત્નીએ 2 શખ્સો અને અન્ય 4 અજાણ્યા લોકો સામે માળીયા મિયાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદ મુજબ, ગત તારીખ 01/06/2026 ના રોજ સાંજના 19:30 વાગ્યાના અરસામાં હૈદરભાઈ સુમારભાઈ મોવર પોતાના ઘરના ખુલ્લા ફળિયામાં ખુરશી નાખીને બેઠા હતા. આ સમયે એક કાળા કલરની સ્વિફ્ટ જેવી કાર ત્યાં આવી હતી. કારમાં ડ્રાઇવર તરીકે શફીર મુસાભાઇ મોવર અને અન્ય 4 જેટલા અજાણ્યા શખ્સો સવાર હતા. શફીરે ડ્રાઇવર સાઇડના ખુલ્લા દરવાજામાંથી બંદૂક બહાર કાઢી હૈદરભાઈ પર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં હૈદરભાઈને માથા, ગળા, છાતી અને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં તેમને તાત્કાલિક સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ અને ત્યારબાદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ હત્યા પાછળનું મુખ્ય કારણ ધંધાકીય મનદુઃખ હોવાનું સામે આવ્યું છે. ફરિયાદી સાઇનાબેન (ઉંમર 26) ના જણાવ્યા અનુસાર, છેલ્લા 2 વર્ષથી તેમના પતિને ઇલીયાસ મુસાભાઇ મોવર અને શફીર મુસાભાઇ મોવર સાથે ધંધા બાબતે અદાવત ચાલતી હતી. આ મનદુઃખનો ખાર રાખીને ઇલીયાસના કહેવાથી શફીરે પોતાના સાગરીતો સાથે મળીને આ હત્યાને અંજામ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે મૃતક હૈદરભાઈને બે પત્નીઓ હતી, જેમાં પહેલી પત્નીથી 4 સંતાનો અને બીજી પત્ની સાઇનાબેનથી 1 સંતાન (ઉંમર 3 વર્ષ) છે. ઘટનાને પગલે 5 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.ગુનામાં સંડોવાયેલા આરોપીઓ● હત્યાનું કાવતરું ઘડનાર: ઇલીયાસ મુસાભાઇ મોવર (રહે. માળીયા)● ફાયરિંગ કરનાર: શફીર મુસાભાઇ મોવર (રહે. મોરબી)● અન્ય 4 અજાણ્યા માણસો (જેઓ કારમાં સાથે હતા)કઈ કલમો હેઠળ ગુનો નોંધાયો?● માળીયા મિયાણા પોલીસે તારીખ 02/06/2026 ના રોજ આરોપીઓ વિરુદ્ધ BNS ની કલમ 103(1), 189(1), 189(4), 190, 61(2)(a), 3(5) હેઠળ ગુનો નોંધ્યો છે.● આ ઉપરાંત હથિયાર ધારા (Arms Act) ની કલમ 25(1)(b), 27(1), 27(2) અને જી.પી. એક્ટ 135 મુજબ પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે.#MorbiUpdate #MaliyaMiyana #Murder #Firing #MorbiPolice #CrimeNews #GujaratNews #Morbi