નામચીન આરોપીએ રૂપિયા ઉછીના મેળવ્યા બાદ ટ્રાન્સપોર્ટરની ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે તે રીતે હત્યા કરી લાશ ખેતરમાં દાટી દીધી : સીટી એ ડિવિઝન પોલીસે ભેદ ઉકેલી નાખ્યોમોરબી : મોરબીના માંડલ નજીક ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા યુવાનનું ગત 20-07-2024 ના રોજ અપહરણ થયા બાદ મોરબી યુવાનના ભાઈએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે આરોપીને ઝડપી લઈ આગવી ઢબે પૂછતાછ કરતા લાપતા થયેલા યુવાનની નામચીન આરોપીએ હત્યા કરી લાશ ખેતરમાં દાટી દીધાની કબૂલાત આપતા પોલીસે લાશનો કબજો મેળવી આ ગુન્હામાં હત્યાની કલમનો ઉમેરો કરી તપાસ વધુ તેજ બનાવી છે.રહસ્યોના આટાપાટા સર્જતી અને ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે તેવી આ ઘટનામાં હળવદમાં રહેતા શૈલેષભાઈ કૈલાએ તેમના ભાઈ જીતેન્દ્ર કૈલા ગત તા. 20 ના બપોરે મોરબીના નાની વાવડી ગામ પાસે આવેલા કબીર આશ્રમ નજીક પોતાના ઉછીના આપેલા રૂપિયાની લેવા માટે ગયા બાદ પરત ન આવતા શૈલેષભાઈએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેમના ભાઈ જીતેન્દ્રભાઇ કૈલાએ આરોપી જીતેન્દ્ર આયદાન ગજિયાને ધીરાણ ભરવા માટે 8 લાખ રૂપિયા આપ્યા બાદ આરોપીને જમીન ખરીદવા નાણાંની જરૂરત હોય વધુ 10 લાખ આપ્યા હતા. જો કે આરોપી જીતેન્દ્ર આયદાન ગજિયાએ સોદાખત કરવાનું કહી 10 લાખ રૂપિયા લીધા હતા અને આરોપીએ મૃતક જીતેન્દ્રભાઇ કૈલાના નામનું ખોટુ સોદાખત બનાવીને તેની સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી હતી. જેથી જીતેન્દ્રભાઈ કૈલાએ આરોપીને હાથ ઉછીના આપેલા રૂપિયા પરત લેવા માટે આરોપીની વાવડી રોડ ઉપર આવેલી ઓફીસે ગયો હતો અને બાદમાં જીતેન્દ્ર ઘરે પરત ન ફરતાં પરિવાર જનોએ તેની શોધખોળ કરી હોવા છતાં તેનો પત્તો લાગ્યો ન હતો જેથી શૈલેષભાઈએ અપહરણ કર્યાની ફરિયાદ નોંધાવી હતી.બીજી તરફ અપહરણની ફરિયાદ બાદ આરોપી જીતેન્દ્ર આયદાન ગજિયાને પોલીસે ઝડપી લઈ આગવી ઢબે પૂછતાછ કરતા જિતેન્દ્રભાઈ કૈલાની હત્યા કર્યાની કબુલાત આપી મૃતકના મૃતદેહને મોરબી તાલુકના માણેકવાડા ગામમાંમાં એક ખેતરમાં દાટી દીધાની ચોંકાવનારી કબૂલાત આપતા મૃતદેહનો કબજો મેળવી પીએમ માટે ખસેડી પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી તપાસનો દૌર જારી રાખ્યો છે.નોંધનીય છે કે, આરોપી જીતેન્દ્ર ગજિયા અગાઉ જેતપુરમાં એક બાળકની હત્યાનો આરોપી હોવાનું અને હળવદના યુવાનની હત્યા કરવાના બનાવમાં પણ મૃતકના કપડાં અન્યને પહેરાવી પોતે નિર્દોષ હોવાના નાટક કરવાની સાથે મૃતક જીતેન્દ્રભાઈ કૈલાના પત્નીને જીતેન્દ્ર કૈલાને યુવતી સાથે અફેર હોવાનું તેમજ જીતેન્દ્રભાઈ કૈલાના ફોનમાંથી પોતે આઈપીએલના જુગારમાં 95 લાખ હારી જતા ઘર છોડ્યા સહિતના મેસેજ કર્યા હોવાનું પણ સામે આવ્યું છે.