હળવદ તાલુકાના સુંદરગઢ ગામે પોલીસે નદીના પટ્ટમાં દરોડો પાડી જથ્થાબંધ આથો ઝડપી લીધો : મુન્નો ફરાર હળવદ : હળવદ તાલુકાના સુંદરગઢ ગામની સીમમાંથી પસાર થતી નદીના પટમાં સ્થાનિક પોલીસે દરોડો પાડી મોટી માત્રામાં મુન્ના નામના શખ્સનો દેશી દારૂનો આથો ઝડપી લીધો હતો. જો કે રેડ દરમિયાન આરોપી હાજર ન મળી આવતા ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના સુંદરગઢ ગામ પાસેથી પસાર થતી નદીના પટમાં સ્થાનિક પોલીસે દરોડો પાડતાં દેશી દારૂ બનાવવાનો 3000 લીટર આથો ઝડપાયો છે. પોલીસ દ્વારા રૂપિયા 6,000 ના આથા સાથે આરોપી રમણીક ઉર્ફે મુન્નો કાળુભાઈ (રહે સુંદરગઢ) વાળા વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી લેવા આગળની તપાસ હાથ ધરી છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..