ગટરની સમસ્યાને કારણે કચેરીમાં હોબાળો : પોલીસે કચેરીએ દોડી આવી તાળા ખોલ્યામોરબી અપડેટ : હળવદ નગરપાલિકા કચેરીએ ગટર ઉભરાવવાની સમસ્યાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. સિદ્ધિ વિનાયક સોસાયટીમાં ગટર ઉભરાતી હોવાથી ત્રસ્ત બનેલા 3 જેટલા શખ્સોએ લોકોએ રોષે ભરાઈને નગરપાલિકા કચેરીના મુખ્ય શટરને તાળું મારી દીધું હતું. બાદમાં પોલીસે ઘટના સ્થળે દોડી આવી તાળા ખોલાવ્યા હતા. આ મામલે પાલિકાના કર્મચારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.હળવદ નગરપાલિકામાં 11 માસના કરાર પર ફરજ બજાવતા મ્યુનિસિપલ ઇજનેર નિસર્ગભાઈ વિક્રમભાઈ ધામેચાએ પાલિકા કચેરીની તાળાબંધી કરનાર ચંદુભાઈ ઈશ્વરભાઈ મોરી અને પારસભાઈ રજનીભાઈ મહેતા તેમજ મોબાઈલમાં વિડીયો ઉતારનાર પ્રશાંતભાઈ નટવરભાઈ ચાવડા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગટર ઉભરાવાના પ્રશ્ને તાળાબંધી કરવાના કારણે કચેરીની અંદર કામ કરી રહેલા 2 મહિલા સફાઈ કામદારો ફસાઈ ગયા હતા અને સરકારી કામકાજ ખોરવાઈ ગયું હતું.આ ઘટના તારીખ 10 સપ્ટેમ્બર 2026 ના રોજ સવારે 10:30 વાગ્યાની આસપાસ બની હતી. કચેરી અંદર ફસાયેલા માયાબેન અનિલભાઈ પરમાર અને રવિનાબેન રવીન્દ્રભાઈ વાઘેલા નામની બે મહિલા સફાઈ કામદારોએ ગભરામણ અને છાતીમાં દુખાવાની બૂમો પાડી શટર ખોલવા આજીજી કરી હતી. આમ છતાં, આ લોકોએ શટર ખોલવાનો ઇનકાર કરી દીધો હતો અને ધમકીઓ આપી હતી. પરિસ્થિતિ વણસતા ચીફ ઓફિસર મયુરભાઈ જોષીની સૂચનાથી પોલીસને બોલાવવામાં આવી હતી અને પોલીસે આવીને કચેરીના તાળા ખોલાવ્યા હતા. પોલીસે કચેરીને તાળું મારનાર આ ત્રણેય અરજદારો વિરુદ્ધ બી.એન.એસ. ની કલમ 126(2), 127(2), 224, 110, 3(5) અને જી.પી. એક્ટ 120 મુજબ ગેરકાયદેસર અટકાયત અને સરકારી કામમાં વિક્ષેપ પાડવા સબબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.#MorbiUpdate #Halvad #HalvadNagarpalika #MorbiPolice #GujaratNews #LocalNews