મોરબી : મોરબી મહાપાલિકાની ટીમે શહેરની ૩૧ જેટલી હોસ્પિટલોમાં ફાયર સેફટી સર્ટીફીકેટનું ચેકિંગ હાથ ધર્યું હતું. આ વેળાએ ફાયર NOC ન ધરાવતી ૨૮ હોસ્પિટલને બીજી નોટીસ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા તા.૨૫ ફેબ્રુઆરીથી ૦૨ માર્ચ સુધી મ્યુનિસિપલ કમિશનરના આદેશને પગલે મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ હોસ્પિટલો પૈકી ૨ હોસ્પિટલમાં ૭ હોસ્પિટલ સ્ટાફને, સ્કૂલો પૈકી ૧ સ્કુલમાં ૩૦ વિદ્યાર્થી તથા સ્ટાફને, શોપિંગ મોલ પૈકી ૦૧ શોપિંગ મોલમાં ૧૮ સ્ટાફને, હોટલ પૈકી ૦૨ હોટલના ૦૮ સ્ટાફને, ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવી હતી. વધુમાં ફાયર પ્રિવેન્શનના ભાગ રૂપે વધુ ૩૧ હોસ્પિટલોનું ફાયર સેફટી સર્ટીફીકેટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને સાથે ફાયર NOC ન ધરાવતી ૨૮ હોસ્પિટલને બીજી નોટીસ આપવામાં આવી હતી. અને પ્રિવેન્શનને લગતી સૂચનો અને જરૂરી ગાઈડલાઈન પણ આપવામાં આવી હતી. આમ આ ફાયર ટ્રેનિંગ અને ફાયર પ્રિવેન્શનનો મુખ્ય ઉદેશ્ય મોરબી મહાનગરપાલિકામાં આવેલ હોસ્પિટલ/સ્કુલ માં ફાયર સેફટી વિષે માહિતગાર કરવા, ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ કરવા તેમજ કોઈ પણ ઈમરજન્સી વખતે તાત્કાલિક ધોરણે અગ્નિશમન શાખાનો સંપર્ક કરી નાની-મોટી દુર્ઘટના અથવા કોઈ જાનહાનિ કે પછી કોઈ મોટી આપદાને નિવારી શકાય અને જાન-માલને બચાવી શકાય. આવી કોઈ દુર્ઘટના થયે આપ મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ-૦૨૮૨૨ ૨૩૦૦૫૦ અને ૧૦૧નો સંપર્ક કરી શકો છો. તેમ ડેપ્યુટી કમિશનરની યાદીમાં જણાવાયું છે.