ગંદકી કરતા 43 લોકો અને કચરો સળગાવતા 6 લોકો સામે પણ દંડનીય કાર્યવાહીમોરબી : મોરબી મહાપાલિકાએ એક સપ્તાહમાં ખુલ્લામાં એકી કરતા ૧૧ લોકોને રૂ.૨૦૦-૨૦૦નો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત ગંદકી કરતા ૪૩ લોકો અને કચરો સળગાવતા ૬ લોકો સામે પણ દંડનીય કાર્યવાહી કરી છે. મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ શહેરમાં તા.૧૨ થી ૧૮ દરમિયાન એક સપ્તાહમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશકર્તા તથા ગંદકી કરતાં આસામી સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશકર્તા કુલ ૨૯ આસામી પાસેથી રૂ. ૧૪૬૦૦/-નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. ઉપરાંત ગંદકી કરતા ૪૩ આસામી પાસેથી રૂ. ૮૯૦૦/-નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ખુલ્લામાં એકી કરતા ૧૧ આસામીઓ પાસેથી રૂ. ૧૨૦૦/-નો દંડ વસુલ્યો હતો. જ્યારે જાહેરમાં કચરો સળગાવતા ૬ આસામીઓ પાસેથી રૂ. ૮૦૦/-નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. તેમ ડેપ્યુટી કમિશ્નર(પ્રોજેકટ)ની યાદીમાં જણાવાયું છે.