આગોતરા જામીન હોવાથી કલાકોમાં છુટકારો મોરબી : મોરબીમાં સરકારી યોજનાના મકાન અપાવી દેવાની લાલચ આપી મોરબી પાલિકાના નકલી લેટર અને સ્ટેમ્પ બનાવી એક શખ્સે 5 લોકો પાસેથી 3.15 લાખની છેતરપીંડી ફરિયાદ નોધાઇ હતી.ફરિયાદ બાદ વધુ ત્રણ લોકોએ પણ તેની સાથે છેતરપીંડી થયાની ફરિયાદ નોંધાવી હતી.આ ઘટનામાં પોલીસે અગાઉ વિશાલ પંચોલી નામના શખ્સને ઝડપી લીધો હતો. જે બાદ તેંના ઘરે અને ઓફિસ માં તલાસી લઈ પાલિકાના નકલીલેટર પેડ, સ્ટેમ્પ, મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી આવાસ યોજનનના ફોર્મ સહિતના દસ્તાવેજ પણ જપ્ત કર્યા હતા તેમજ પોલીસને આ નકલી સ્ટેમ્પ બનાવનાર શખ્સની શોધ ખોળ હાથ ધરી હતી.આ દરમિયાન નકલી સ્ટેમ્પ બનાવનાર સુરેશ ગૌરીશંકર વ્યાસ નામનો શખ્સ આગોતરા જામીન સાથે હાજર થયો હતો.પોલીસે અટકાયત કર્યા બાદ ગણતરી કલાકમાં છુટકારો થયો હતો.