તંત્રએ મુખ્ય રસ્તાની સફાઈની સાથે મચ્છરજન્ય બીમારી અટકાવવા ડીડીટીનો છટકાવ કર્યો મોરબી : મોરબીમાં નગરપાલિકા તંત્ર દ્વારા ગણેશ ચતુર્થી નિમિતે રાજમાર્ગોની સફાઈ કરવામાં આવી હતી. પાલિકા તંત્રએ મુખ્ય રસ્તાની સફાઈની સાથે મચ્છરજન્ય બીમારી અટકાવવા ડીડીટીનો છટકાવ કર્યો હતો. મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાની સૂચનાથી આજે ગણેશ ચતુર્થી નિમિતે મોરબીના રાજમાર્ગ નગરદરવાજાથી દરબારગઢ સુધી રસ્તાની સફાઈ કરવામાં આવી હતી અને ડીડીટીનો છટકાવ સેનિટેશન ઇન્સ્પેક્ટર હિતેશભાઇ રવેશિયા દ્વારા કરાવેલ હતો. આ તકે મોરબી નગરપાલિકા પ્રમુખ કે.કે. પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, કારોબારી ચેરમેન સુરેશભાઈ દેસાઈ, બાંધકામ ચેરમેન દેવાભાઈ અવાડીયા, સેનીટેશન ચેરમેન સીતાબા અનોપસિંહ જાડેજા, ચેરમેન ભાવિકભાઈ જારિયા, હેલ્થ એન્ડ હાઈજીન ચેરમેન આશિફભાઈ ઘાચીએ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.