જે લાભાર્થીઓએ સંપૂર્ણ રકમ જમા કરાવી હશે તેમને ફાળવણીપત્ર આપીને કબજો સોંપવામાં આવશેમોરબી: મોરબી મહાપાલિકાએ મુખ્યમંત્રી આવાસ યોજના (IHSDP) હેઠળ લીલાપરના સર્વે નંબર ૧૧૧૬માં બનેલા ૪૦૦ આવાસોના લાભાર્થીઓને તાત્કાલિક ધોરણે બાકી રકમ ભરવા માટે અનુરોધ કર્યો છે. જે લાભાર્થીઓએ હજુ સુધી તેમનો સંપૂર્ણ ફાળો જમા કરાવ્યો નથી અથવા ફક્ત આંશિક ચુકવણી કરી છે, તેમને આ નોટિસ દ્વારા જાણ કરવામાં આવી છે.તા. ૩૦-૦૧-૨૦૧૭ના રોજ કોમ્પ્યુટર આધારિત ડ્રો દ્વારા ૪૦૦ લાભાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત, દરેક લાભાર્થીએ તેમના આવાસ માટે લાભાર્થી ફાળા પેટે રૂ. ૫૧,૦૦૦ ની નિયત રકમ મોરબી મહાપાલિકામાં જમા કરાવવાની હતી. મહાપાલિકાના શાખા અધ્યક્ષ (આવાસ) દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ, બાકી રહેતી પૂરેપૂરી રકમ અથવા માસિક હપ્તા પેટે રૂ. ૫,૦૦૦ની રકમ તા. ૧૫-૦૯-૨૦૨૫ સુધીમાં ભરી દેવા માટે તમામ લાભાર્થીઓને યાદીમાં જણાવાયુ છે.નોંધનીય છે કે, જે લાભાર્થીઓ દ્વારા રૂ. ૫૧,૦૦૦ ની સંપૂર્ણ રકમ જમા કરવામાં આવી છે, તેમને આવાસનું ફાળવણીપત્ર આપીને કબજો સોંપવામાં આવશે.