મ્યુનિસિપલ કમિશનરે સ્વચ્છતાને લઈને કરેલી વિઝિટ દરમિયાન હાથ ધરાઈ કાર્યવાહી મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે ગાંધીચોકમાં નડતરરૂપ રેકડી ધારકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ સાથે વિશિપરામાં પણ છાપરા અને ઓટલા હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર મ્યુનિસિપલ કમિશનરની સ્વચ્છતાની વિઝીટને લઈને મહાપાલિકા દ્વારા દબાણ તેમજ રોડને નડતરરૂપ સામાન હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ગાંધીચોકમાં રેકડી ધારકોને હટાવાયા હતા. પાણીપુરી અને ચા સહિતની 3થી 4 લારી જપ્ત કરાઈ હતી. અમુક રેકડી ધારકો જાતે જ મહાપાલિકાની ટીમને જોઈને ત્યાથી ચાલ્યા ગયા હતા.ઉપરાંત રવાપર રોડ ઉપર દુકાન બહાર પૂતળા રાખનારને દંડ કરાયો હતો ઉપરાંત આવી રીતે રોડ ઉપર નડતરરૂપ સામાન ન રાખવા તાકીદ પણ કરાઈ હતી. વિશિપરામાં 2 જેટલા છાપરા અને 3 જેટલા ઓટલા તોડવામાં આવ્યા હતા.