અગાઉ નોટિસ આપવા છતાં બાંધકામ ચાલુ રાખતા તિરુપતિ હાઈટ નામના ત્રણ એપાર્ટમેન્ટ સીલ કરાયામોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામ સામે તવાઇ ચાલુ રાખી છે. જેમાં શહેરના નાની કેનાલ રોડ પર આવેલ તિરુપતિ હાઈટ નામના ત્રણ એપાર્ટમેન્ટને અગાઉ નોટિસ આપવા છતાં બાંધકામ બંધ ન કરતા આજે ત્રણ એપાર્ટમેન્ટ સીલ કર્યા હતા. મહાનગરપાલિકાના ડે. કમિશનર કુલદીપસિંહ વાળાએ જણાવ્યું હતું કે, આ તિરુપતિ હાઈટના માલિકોને અગાઉ મંજૂરી વિના બાંધકામ બાબતે નોટિસ આપવામાં આવી હતી. આમ છતાં બાંધકામ ચાલુ રાખતા આજે ત્રણ એપાર્ટમેન્ટને ટીપી શાખા દ્વારા સીલ કરવામાં આવી છે. અને આગામી સમયમાં પણ શહેરમાં ચાલતા બિન અધિકૃત બાંધકામ સામે આ કાર્યવાહી ચાલુ રહેશે. વધુમાં તેમણે લોકોને અપીલ કરી હતી કે તેઓ બિન અધિકૃત બાંધકામ ન કરે અને નિયમોનું પાલન કરી મંજૂરી લીધા બાદ જ બાંધકામ ચાલુ કરે