માર્વેલસ મોરબીનું રૂ.783 કરોડનું બજેટ : રિંગ રોડ બનાવવાની પણ જાહેરાત : સેન્ટ મેરી સ્કૂલ પાસે ફાટક ઉપર ઓવરબ્રિજ બનશે : રૂ.58 કરોડના ખર્ચે મહાપાલિકાની મુખ્ય કચેરી અને બે ઝોન કચેરી બનાવાશે, રૂ.8 કરોડના ખર્ચે 13 વોર્ડ ઓફિસ બનાવાશે : 24 સર્કલનું બ્યુટીફિકેશન કરાશે : રૂ.50 કરોડના ખર્ચે પાનેલીના જળાશયનું ડેવલોપમેન્ટ કરાશે : રૂ.15 કરોડના ખર્ચે લીલાપર તળાવનું પણ બ્યુટીફીકેશન કરાશેમોરબી : મોરબી મહાપાલિકાનું પ્રથમ બજેટ આજે રજૂ થયું છે.જેમાં મોરબીને માર્વેલસની ઉપમાં આપીને અનેક મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જાહેરાતો કરવામાં આવી છે. જો કે બજેટની મહત્વની વાત તો એ છે કે પ્રજા ઉપર કોઈ પણ પ્રકારનો વધારાનો કરબોજ નાખવામાં આવ્યો નથી. આમ પ્રથમ બજેટ મોરબીવાસીઓ માટે માત્ર સુવિધા આપનારૂ રહ્યું છે. બજેટ રજૂ કરતા મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે વર્ષ 2025-26 નું બજેટ મોરબી શહેર તથા નવીન સમાવેશ થયેલ ગામોના વિકાસ અંતર્ગત શહેરીજનોને તથા ગ્રામજનોની સુખાકારી સારું તમામ આંતરમાળખાકીય સવલતો જેવી કે, સફાઈ વ્યવસ્થા, ગટર વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા અવિરત મળતી રહે તેમજ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં નવીન રોડ, બગીચાઓ, તળાવ ડેવલપમેન્ટ વિગેરે સેવાઓ પૂરી પાડી શકાય તે હેતુસર બજેટ તૈયાર કરવામાં આવેલ છે. માર્વેલસ મોરબીની અવિરત વિકાસ યાત્રામાં અવનવા પ્રકરણો ઉમેરવા અને નાગરિકોની અપેક્ષાઓને પરિપૂર્ણ કરવા હાથ ધરવામાં આવતા પ્રયાસોના ભાગરૂપે ભાવિ રોડ મેપની આછેરી ઝલક પ્રસ્તુત કરતું મોરબી મહાનગરપાલિકાનું રૂ.783/- કરોડનું બજેટ તૈયાર કરવામાં આવેલ છે.આ બેજટની મુખ્ય જાહેરાતો જોઈએ તો મચ્છુ નદી ઉપર બે બ્રિજ અને એક બેઠો પુલ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત ઉમિયા સર્કલે પણ રૂ.75 કરોડના ખર્ચે બ્રિજ બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે.આ સાથે રિંગ રોડ બનાવવાની પણ જાહેરાત થઈ છે. સેન્ટમેરી સ્કૂલ પાસે રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. રૂ.58 કરોડના ખર્ચે મહાપાલિકાની મુખ્ય કચેરી અને બે ઝોન કચેરી બનાવાશે, રૂ.8 કરોડના ખર્ચે 13 વોર્ડ ઓફિસ બનાવવામાં આવશે. શહેરના 24 સર્કલનું બ્યુટીફિકેશન કરવાનું પણ જાહેર થયું છે. વધુમાં રૂ.50 કરોડના ખર્ચે પાનેલીના જળાશયનું ડેવલોપમેન્ટ અને રૂ.15 કરોડના ખર્ચે લીલાપર તળાવનું બ્યુટીફીકેશન કરવાની પણ જોગવાઈ થઈ છે.આ બજેટમાં મૂડી ખર્ચમાં બાંધકામ શાખા, રસ્તા, નાલા, પૂલ તથા ફુટપાથ માટે રૂ.362.51 કરોડ, ગ્રાન્ટ સામે રૂ.213.52 કરોડ, અગ્નિશમન શાખા માટે રૂ.63 કરોડ, આઇ.ટી. ડિપાર્ટમેન્ટ માટે 25.75 કરોડ વોટર વર્કસ શાખા માટે રૂ.10 કરોડ, કોમ્યુ. હોલ, ઓડીટોરીયમ, વાંચનાલય, વોર્ડ ઓફિસ માટે રૂ.10 કરોડ, રોશની શાખા માટે રૂ.3.15 કરોડ, વર્કશોપ શાખા માટે રૂ.2.10 કરોડ, અન્ય માટે રૂ.29.5 લાખ મળી કુલ મૂડી ખર્ચ રૂ.690.35 કરોડ ફાળવવામાં આવ્યો છે. જ્યારે મહેસુલી ખર્ચમાં ખાસ કન્ઝર્વન્સી માટે રૂ.18.66 કરોડ, વોટર વર્કસ માટે રૂ.11.54 કરોડ, સ્ટાફ અન્ય ખર્ચ રૂ.8.25 કરોડ, ચૂંટણી શાખા માટે રૂ.5.01 કરોડ, જી.એ.ડી. માટે રૂ.4.75 કરોડ, જનરલ કનઝર્વન્સી માટે રૂ.4.56 કરોડ, વર્કશોપ માટે રૂ.3.74 કરોડ, ડ્રેનેજ માટે રૂ.3.41 કરોડ, અન્ય માટે રૂ.2.88 કરોડ, બાંધકામ માટે રૂ.2.63 કરોડ, જાહેર બગીચા બાલ ક્રિડાંગણ માટે રૂ.1.72 કરોડ, વેરા વસૂલાત માટે રૂ.1.35 કરોડ, અગ્નિશમન શાખા માટે રૂ.1.25 કરોડ, લોન ચાર્જીસ માટે રૂ.1.20 કરોડ, સુરક્ષા શાખા માટે રૂ.1.01 કરોડ, કમિશનર વિભાગ માટે રૂ.77.6 લાખ, રોશની શાખા માટે રૂ.36.85 લાખ મળી કુલ 73.17 કરોડ ફાળવવામાં આવ્યા છે.___________________રૂ.10 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવાશેમોરબીમાં સ્પોર્ટ્સ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર નહિવત જેવું છે.જેને ધ્યાને લઇ મહાપાલિકા દ્વારા બજેટમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ માટે રૂ.10 કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે. વધુમાં કોમ્યુનિટી હોલના રીનોવેશન માટે રૂ.10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બજરંગ અખાડા પાસે વ્યાયામ શાળાના આધુનિકરણ માટે રૂ.1.25 કરોડ ફાળવવામાં આવ્યા છે. ___________________મલ્ટીલેવલ પાર્કિંગ બનાવાશે, 4 જગ્યાએ પે& પાર્ક વ્યવસ્થા ગોઠવાશે, 5 જગ્યાએ સિગ્નલ લગાવાશેમહાપાલિકા દ્વારા શહેરમાં રૂ.10 કરોડના ખર્ચે મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. વધુમાં શહેરી વિસ્તારમાં વિવિધ 4 જગ્યા પર પે & પાર્ક સુવિધા ઉભી કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે અર્બન ટ્રાન્સપોટેશન રૂ.5 કરોડના ખર્ચે બસ ડેપો બનાવવામાં આવશે. શહેરી વિસ્તારમાં વિવિધ 14 જગ્યા પર બસ ડેપો પણ બનાવવામાં આવશે. ઉપરાંત શહેરી વિસ્તારમાં વિવિધ 5 જગ્યા પર રૂ.1.25 કરોડના ખર્ચે ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવશે.___________________કચરા કલેક્શન અને નિકાલની સંપૂર્ણ વ્યવસ્થા ઉભી કરાશેમહાપાલિકા દ્વારા બજેટમાં જાહેરાત કરવામાં આવી છે કે ટુ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે સંપૂર્ણ વ્યવસ્થા ઉભી કરાશે. હયાત ડમ્પસાઇટ ખાતે MRF પ્રોસેસીંગ પ્લાન્ટ બનવાનું કામ હાથ ધરાશે અને ઇસ્ટ તથા વેસ્ટ ઝોન ખાતે ટ્રાન્સફર સ્ટેશન બનાવવાનું કામ હાથ ધરાશે. ઉપરાંત સમગ્ર શહેરમાં 100 % ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની વ્યવસ્થા ગોઠવાશે. જેમાં 9 ગામોને પણ આવરી લેવામાં આવશે. ડમ્પ સાઇટ ખાતે ભીના કચરાનો પ્રોસેસિંગ પ્લાન્ટ નખાશે. આ કામગીરી માટે 22 ટીપિંગ ટ્રક, 2 લોડર, 6 ડમ્પર અને 400 વ્હિલબોરોવસની મદદ લેવાશે.___________________5 રોડને આઇકોનીક રોડ તરીકે વિકસાવવામાં આવશેમહાપાલિકાના બજેટમાં 5 રોડને આઇકોનીક રોડ તરીકે વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં શનાળા રોડ (3.5 કિમિ), નવલખી રોડ (1.5 કિમિ), નાની કેનાલ રોડ (2.250 કિમિ), એસપી રોડથી આલાપ રોડ (0.95 કિમિ), લાલબાગ- અરુણોદય સર્કલ- ઉમા સ્કૂલ (2.2 કિમિ)નો સમાવેશ થાય છે. ___________________શહેરમાં નવી 50 આંગણવાડી બનશેમોરબી મહાપાલિકાના બજેટ વેળાએ મ્યુનિસિપલ કમિશનર દ્વારા મોરબી શહેરી વિસ્તારમાં 50 જગ્યા ઉપર આંગણવાડી બનાવવાની જાહેરાત કરી છે. આ માટે બજેટમાં રૂ.10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.આ ઉપરાંત શહેરી...