સરકારી જમીન અને રસ્તાઓ ઉપર 35 બાંધકામ ઉભા થઇ ગયા : મંજૂરી વગર 25 બાંધકામ નવા બની રહ્યા છેમોરબી : મોરબી શહેરમાં નગરપાલિકા સમયમા રેઢા રાજ વચ્ચે શહેરભરમાં અનેક ગેરકાયદેસર બાંધકામો ખડાકાઈ ગયા છે ત્યારે હાલમાં મહાનગરપાલિકા દ્વારા છેલ્લા બે માસમાં જ 60 આસામીઓને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા નોટિસ ફટકારવામાં આવી છે.મોરબી મહાનગર પાલિકા દ્વારા ડિમોલિસન ઝુંબેશથી શહેરભરમાં દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે મ્યુનિસિપલ કમિશનર દ્વારા મંજૂરી વગરના બાંધકામો ઉપર તવાઈ ઉતારવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા હાલમાં કોઈપણ જાતની મંજૂરી વગર નવા બની રહેલા 25 બાંધકામ તેમજ રસ્તા ઉપર અને સરકારી જમીન ઉપર બાંધકામ કરનાર 35 દબાણકર્તાઓને નોટિસ ફટકારવામાં આવી છે.વધુમાં મહાનગર પાલિકાએ પ્રથમ તબક્કે નવલખી રોડ, સામાકાંઠે ભાગ્ય લક્ષ્મી સોસાયટી, ત્રાજપર, શોભેશ્વર રોડ, અવની ચોકડી, વજેપર, આલાપ રોડ સહિતના વિસ્તારોમાં નોટિસ આપવામાં આવી છે. ગેરકાયદેસર બાંધકામ કરનાર લોકોને પ્રથમ સપ્તાહમાં પ્રાથમિક નોટિસ અને ત્યાર બાદ બાંધકામ કેમ ન તોડવું તે અંગે ની અને ત્યાર પછી બાંધકામ તોડવાની આખરી નોટિસ આપવામાં આવશે. સાથે જ કમિશ્નર સમક્ષ સુનાવણી પણ કરવામાં આવે છે. આમ છતાં ગેરકાનૂની બાંધકામ ન તોડે તો તંત્ર દ્વારા બાંધકામ તોડી નાખવામાં આવશે.ઇમ્પેકટ ફીની 2400 અરજીમાંથી 51 મંજુરમોરબીમાં 1/10/2022 પહેલાના બાંધકામ રેગ્યુલાઈઝડ કરાવવા માટે કુલ 2400 જેટલી અરજીઓ ઈમ્પૅક્ટ ફી યોજના હેઠળ નગરપાલિકા તંત્રને મળી હતી. આ અરજીઓ પૈકી અત્યાર સુધીમાં મોરબી શહેરના જુના ડીપીમાં આવતા 51 આસામીઓને નિયમોનુસાર બાંધકામ રેગ્યુલાઈઝડ કરવા મંજૂરી આપવામાં આવી હોવાનું સતાવાર સૂત્રોએ જણાવ્યું હતું.ગેરકાયદેસર બાંધકામ મામલે સમગ્ર મોરબીનો સર્વે કરાશેમોરબી શહેરમાં મહાનગર પાલિકા અમલમાં આવ્યા બાદ પણ હાલ જુના ડીપી પ્રમાણે મંજૂરી આપવામાં આવે છે. નવો ડીપીઆર મંજુર થયા બાદ મંજૂરીની કાર્યવાહી તેજ બનશે. વધુમાં મહાપાલિકામાં 17 જેટલા નવા એન્જીનીયરની ભરતી કરાશે ત્યારબાદ સમગ્ર મોરબી શહેરમાં ગેરકાયદેસર બાંધકામ અંગે સર્વે કરવામાં આવનાર હોવાનું સતાવાર સૂત્રોએ જાહેર કર્યું હતું.