સ્થાનિકોએ સફાઈના દેખાડાને બદલે ચોમાસાની કામગીરી પર ધ્યાન આપવા ડેપ્યુટી કમિશનરનું ધ્યાન દોર્યુંમોરબી : આજે તારીખ 13 જૂન ને શનિવારના રોજ મોરબી મહાનગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારે 9 વાગ્યે શનાળા ખાતે શક્તિ માના મંદિર પાસે શ્રમદાન કાર્યક્રમ અને સવારે 10 વાગ્યે મોરબી 2 માં સામા કાંઠે પંચમુખી હનુમાન મંદિર સામે જન કલ્યાણ શિબિર રાખવામાં આવી હતી. આ કાર્યક્રમોમાં મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, કમિશનર, ડેપ્યુટી કમિશનર તથા કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા.શનાળા ખાતે યોજાયેલા સફાઈ અભિયાન અને શ્રમદાન અંતર્ગત સ્થાનિક લોકોમાં તંત્રની કામગીરી સામે નારાજગી જોવા મળી હતી. જે વિસ્તારોમાં શ્રમદાન કરવામાં આવ્યું ત્યાં લોકોની સ્પષ્ટ ફરિયાદ હતી કે બધા કોર્પોરેટર અને અધિકારીઓ વહેલી સવારે સફાઈ અભિયાનના નામે મોટો સ્ટાફ લઈને માત્ર દેખાડો કરવા આવે છે. અન્ય દિવસોમાં જ્યાં ખરેખર સાફસફાઈની જરૂર હોય છે ત્યાં કોઈ ફરકતું નથી.સ્થાનિકોએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, હવે માથે ચોમાસુ આવી ગયું છે, ત્યારે તંત્રએ આવા સફાઈના સ્ટંટ કરવાને બદલે ચોમાસાને લગતી મહત્વપૂર્ણ પ્રી-મોન્સૂન કામગીરી, ખરાબ રસ્તાઓ અને અન્ય પ્રાથમિક સુવિધાઓ પર ધ્યાન દેવું જોઈએ. આ સમગ્ર બાબતે જાગૃત નાગરિકો દ્વારા સ્થળ પર હાજર ડેપ્યુટી કમિશનરનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે અને દેખાડા કરવાને બદલે નક્કર કામગીરી કરવા રજૂઆત કરી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Sanala #Shramdan #PreMonsoon #MorbiMunicipalCorporation #PublicGrievance #GujaratNews