જન્માષ્ટમીની શોભાયાત્રા અહીંથી નીકળવાની હોય, ત્યારે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે કાર્યવાહીમોરબી : મોરબી શહેરમાં ગાંધી ચોક પાસે મહાનગરપાલિકા દ્વારા આજે એક જુનવાણી ઇમારતનો જર્જરીત ભાગ જેસીબીની મદદથી દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ગાંધી ચોક નજીક રામરસ પાસે એક જુનવાણી ઇમારત આવેલી છે. અગાઉ આ ઈમારતના પોપડા નીચે પડ્યા હતા. આ ઈમારત જર્જરીત હાલતમાં હોવાથી ગમે ત્યારે પડે તેવી સ્થિતિ સર્જાય છે. તેવામાં જન્માષ્ટમીની શોભાયાત્રા અહીંથી પસાર થવાની હોવાથી મહાનગરપાલિકા દ્વારા આજે આ ઇમારતનો પહેલો માળ અને છજા સહિતના જર્જરિત ભાગો જેસીબીની મદદથી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.