ગરીબ પરિવારો પાસેથી આનંદભાઈ નામનો વ્યક્તિ અવારનવાર કાર્યવાહીની ધમકી આપી રૂ.500 ઉઘરાવતો હોવાનો આક્ષેપમોરબી અપડેટ : મોરબીમાં અણધણ કામગીરીથી વિવાદમાં રહેતી મહાપાલિકા સામે ગરીબ ધંધાર્થીઓએ ગંભીર આક્ષેપ કર્યા છે. શહેરમાં લીલું વેંચતા ધંધાર્થીઓ પાસેથી મહાપાલિકાનો એક કર્મચારી અવારનવાર ઉઘરાણા કરતો હોવાના આરોપ થઈ રહ્યા છે. આ ધંધાર્થીઓએ મહાપાલિકા કચેરીએ આવી આ મામલે કમિશનરને રજુઆત પણ કરી છે.250 રૂપિયા પડાવી લીધા અને કાલે બીજા લેવા આવશું તેવી ધમકી આપીઘૂનડા ગામના રહેવાસી ભાવનાબેન જેઓ ત્રાજપર ચોકડી પાસે લીલું વેચે છે, તેમણે જણાવ્યું હતું કે આનંદભાઈ નામના વ્યક્તિ અને તેમની સાથે અન્ય લોકો આવીને 500 રૂપિયાની માંગણી કરી હતી. જ્યારે ભાવનાબેને કહ્યું કે તેમની પાસે માત્ર 250 રૂપિયા છે, તો તેઓએ તે 250 રૂપિયા પણ પડાવી લીધા હતા અને ધમકી આપી હતી કે બાકીના પૈસા લેવા કાલે સવારે ફરી આવશું. ભાવનાબેન વધુમાં જણાવે છે કે છેલ્લા 1 થી 1.5 વર્ષથી આ રીતે તેમની પાસેથી ક્યારેક 100, 200 કે 500 રૂપિયાની ઉઘરાણી કાયમી ધોરણે કરવામાં આવે છે અને કોઈ જ પહોંચ આપવામાં આવતી નથી. જ્યારે પહોંચ માંગવામાં આવે ત્યારે મોટા સાહેબને ફોન કરવાનું કહીને ડરાવવામાં આવે છે.પૈસા આપો તો જ ધંધો કરવા દઈએમહેન્દ્રનગરના રહેવાસી લાભુભાઈ નામના અન્ય એક લીલું વેંચતા વેપારીએ પણ આ જ પ્રકારની વ્યથા ઠાલવી હતી. લાભુભાઈએ જણાવ્યું હતું કે આનંદભાઈ દ્વારા છેલ્લા 1 વર્ષ જેટલા સમયથી આ રીતે પહોંચ વગર પૈસા લેવામાં આવે છે. વેપારીઓને સ્પષ્ટ કહેવામાં આવે છે કે જો કાયમ પૈસા આપશો તો જ અહીં લીલું વેચવા દઈશું, નહીંતર ધંધો કરવા નહિ દઈએ.કચેરી ખાતે લેખિત અરજી અને ન્યાયની માંગરોજેરોજ થતા આ આર્થિક શોષણ અને ત્રાસથી કંટાળીને આજે આ વેપારીઓ કચેરી ખાતે પહોંચ્યા હતા અને કમિશનરને પોતાની રજૂઆત કરી હતી. નાના વેપારીઓની માંગ છે કે આ રીતે પહોંચ વગર થતી ગેરકાયદેસર ઉઘરાણી તાત્કાલિક બંધ કરાવવામાં આવે અને તેમને શાંતિથી પોતાનો ધંધો કરી ગુજરાન ચલાવવા દેવામાં આવે.#Morbi #MorbiUpdate #MorbiNews #TajparChokdi #Extortion #LocalNews #GujaratNews #MorbiCity