વગર નોટિસે સીધું ડીમોલેશન કરી સીન નાખવાનો પ્રયાસ : નાના માણસો કરગરતા હતા, પગે પડતા હતા કે સાહેબ અમને અમારો સામાન, પતરા, બોર્ડ લઈ લેવા દયો, છતાં પણ જેસીબી ફેરવી લાખોનું નુકસાન કર્યું : કાયદાનું પાલન કરીને ડીમોલેશન કરોhttps://youtu.be/aq8VJz96Nf8?si=aN763_IGXyTx7aYTમોરબી : મોરબી મહાપાલિકાએ આજથી શરૂ કરેલા ડીમોલેશન સામે વિરોધનો સુર ઉઠ્યો છે. મનોજ પનારાએ આને ડીમોલેશન નહિ દાદાગીરી ગણાવી છે. તેઓએ કહ્યું છે કે ડીમોલેશન કરો પણ કાયદાનું પાલન કરીને, વગર નોટિસે કરેલું આ ડીમોલેશન તેઓએ અયોગ્ય જણાવ્યું છે. મનોજ પનારાએ વિડીયોના માધ્યમથી કહ્યું છે કે મ્યુનિસિપલ કમિશનરને રાત્રે વિચાર આવે અને સવારે જેસીબી લઈ અચાનક નીકળી પડે, કોઈને સમય અપાયો નથી. નોટિસ આપો, અગાઉથી જાણ કરો. આ વેપારીઓ કોઈ લુખ્ખા, ગુંડા કે આતંકવાદી નથી. જો તમે અગાઉથી નોટિસ આપી હોત તો તેઓ શાંતિપૂર્ણ રીતે જગ્યા ખાલી કરી આપત. પણ તમારે વાહવાહી મેળવવી છે, દબંગગીરી કરવી છે. મહાપાલિકા બની એને 8 જ દિવસ થયા છે. કામ કરવા હોય તો બીજા ઘણા છે. ગટર ઉભરાઈ છે. રોડ રસ્તા ઉપર ખાડા પડેલા છે.અનેક વિસ્તારોમાં પાણી આવતું નથી. તેવી ઘણી સમસ્યાઓ છે. તેનું નિરાકરણ લાવો. ડીમોલેશનનો વિરોધ નથી, એક ઇંચનું પણ દબાણ હોય તો કરવું જ જોઈએ. પણ જ્યાં કરવાનું હશે ત્યાં તમારો પગ નહિ ઉપડે. અનેક શોપિંગ સેન્ટર મન ફાવે તેમ આડેધડ ખડકી દીધા છે. ત્યાં તો તમે જશો નહિ. માત્ર નાના ગરીબ માણસોને રંઝાડો છો. આજે નાના માણસો કરગરતા હતા, પગે પડતા હતા કે સાહેબ અમને અમારો સમાન લઈ લેવા દયો, સાહેબ અમારા પતરા ઉતારી લેવા દયો. પણ તમે તો શહેરના રાજા છો, મનફાવે એ કરવાની તમને સરકારે છૂટ આપી દીધી છે. આવી મહાનગરપાલિકા અમારે નથી જોઈતી. વેપારીઓ માત્ર બે કલાકનો સમય માંગતા હતા. તમે જેસીબી ફેરવી લાખોની નુકસાની કરી દીધી. કાયદો બધાને લાગુ પડે. આવી રીતે કાયદો હાથમાં લઈને કામગીરી ન કરી શકાય. દબાણ દૂર કરો પણ કાયદાને અનુસરીને દૂર કરો. કલેકટરે આમાં હસ્તક્ષેપ કરવો જોઈએ.